180X600.jpg
May 04,2016 07:21:53 AM IST
 

મલેશિયામાં ભારતીય મૂળના નેતા વિરુદ્ધ વોરંટ

Apr 30, 2013 16:07 NRI >
 
India,NRI,Malaysia,Police Tags:   India NRI Malaysia Police comment     E-Mail     Print    
 
Viewed: 1197
Rate: 0
Rating:
Bookmark The Article

કુઆલાલંપુર, તા. ૨૯

મલેશિયામાં દેશવિદ્રોહ કરવા બદલ ભારતીય મૂળના નેતા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હોવાથી સુનાવણી દરમિયાન તે હાજર ન રહેતાં કોર્ટે તેનું ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. હિન્દુ રાઈટ એક્શન ફોર્સ (હિન્દરાફ)ના નેતા પી ઉથયાકુમાર આગામી મહિને થનારી ચૂંટણીમાં ભાગ લેવાના છે, તેમના પર દેશદ્રોહ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દોષી કરાર ઠેરાવ્યા બાદ તેમને ત્રણ વર્ષ કેદ અથવા દંડ ભરવો પડશે. પાંચ મેના રોજ થનારી ચૂંટણીમાં હિન્દરાફના ઉમ્મેદવાર ૪૯ વર્ષીય ઉથયાકુમારે કહ્યું કે, બીજી એપ્રિલથી ૧૭મી મે સુધી કોર્ટમાં હાજર ન થવા બદલ મેં મેડિકલ ર્સિટફિકેટ જમા કરાવ્યું હોવા છતાં કોર્ટે મારા વિરુદ્ધ વોરંટ જાહેર કયુંર્ છે.

બ્રિટનના વડાપ્રધાનને સંબોધિત કરતો પત્ર પ્રકાશિત કર્યો હતો

મારી પાસે યુનિર્વિસટી કેબાંગસાંગ મેલિયાના ન્યૂરોસર્જનનું ર્સિટફિકેટ છે, જેમાં મારી કરોડરજ્જુમાં નાનું ટયૂમર હોવાથી અને કમરનું હાડકું ખસી ગયું હોવાનો ઉલ્લેખ છે. ૨૦૦૭માં ઉથયાકુમાર સંગઠન દ્વારા સરકારવિરોધી રેલી કાઢવામાં આવી હતી, ત્યારબાદ વિવાદાસ્પદ આંતરિક સુરક્ષા ધારા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ૧૧ ડિસેેમ્બર ૨૦૦૭ના રોજ કુઆલાલંપુર ન્યાયાલયમાં તેમના પર 'પોલીસ વોચ મલેશિયા વેબસાઈટ' પર બ્રિટનના વડાપ્રધાન ગાર્ડન બ્રાઉનને સંબોધિત કરતો પત્ર પ્રકાશિત કરવાને કારણે આરોપ લગાડવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com