Sep 19,2014 07:19:55 PM IST
 

આંગળીઓને આધારે જાણો વ્યક્તિત્વ

May 01, 2013 08:24 Supplements > Nakshatra
 
comment     E-Mail     Print    
 
Viewed: 10554
Rate: 3.2
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - મનહરપ્રસાદ ભાવસાર

આપણા હાથ-પગમાં પંજાના છેડેથી જે નાની-નાની શાખાઓ નીકળેલી હોય છે તેને જ આંગળીઓ કહેવામાં આવે છે. પગની આંગળીઓ નાની, પરંતુ હાથની આંગળીઓ મોટી હોય છે. આ આંગળીઓનો આપણે ઘણો ઉપયોગ કરીએ છીએ. દરેક વ્યક્તિના હાથમાં આંગળીઓની લંબાઈ અલગ-અલગ હોય છે. આંગળીઓની લંબાઈ અને આકાર પરથી આપણે તે વ્યક્તિ કેવી હશે, તેનું અનુમાન લગાવી શકીએ છીએ એટલે કે વ્યક્તિત્વ જાણી શકીએ છીએ

સામાન્ય રીતે તર્જની અને અનામિકા આંગળી મધ્યમા કરતાં નાની હોય છે અને કનિષ્ઠિકા આંગળી સૌથી નાની હોય છે, પરંતુ દરેકના હાથમાં આવું હોય તે જરૂરી નથી. કેટલાક હાથમાં તર્જની અને મધ્યમા સમાન હોય છે, તો કેટલાક હાથમાં મધ્યમા અને અનામિકા સમાન હોય છે. આ રીતે આંગળીની લંબાઈ તથા આકારમાં ઘણી વિવિધતા જોવા મળે છે અને તે જ પ્રમાણે તે વ્યક્તિના વ્યક્તિત્વમાં પણ વિવિધતા જોવા મળે છે. આંગળીઓને આધારે વ્યક્તિત્વ જાણીએ.

* લાંબી આંગળીઓ સંકેત આપે છે કે વ્યક્તિ દરેક વસ્તુનો સૂક્ષ્મ અભ્યાસ કરે છે. લાંબી આંગળીઓવાળી વ્યક્તિ પોતાના પોશાક પ્રત્યે ખૂબ જ સાવધાની તથા નાની-નાની બાબતો પ્રત્યે પણ સજાગ રહેતી હોય છે. કેટલીક વખત તો આવી વ્યક્તિ સામાન્ય બાબત હોય તોપણ ચિંતાતુર બની જાય છે, પરંતુ આમાં તેના વ્યવહારમાં બનાવટીપણું જ વધુ પડતું દૃષ્ટિગોચર થાય છે.

* નાની આંગળીઓવાળી વ્યક્તિ ઉતાવળી હોય છે. તે નાની-નાની બાબતોથી પ્રભાવિત થતી નથી,

પરંતુ દરેક વાતમાં પૂર્ણતા ઇચ્છે છે. તે કોઈ પણ નિષ્કર્ષ પર જલદી પહોંચી જતી હોય છે. તેને પોતાની વેશભૂષા બાબતે ચિંતા હોતી નથી. સામાજિક રીતેરિવાજોના વિષયમાં પણ ચિંતા હોતી નથી. આવી વ્યક્તિ વિચારોમાં ઉતાવળી અને વાતચીતમાં સ્પષ્ટવાદી હોય છે.

* મોટેભાગે મોટી, બેડોળ તથા નાની આંગળીઓવાળી વ્યક્તિ ક્રૂર, સ્વાર્થી અને આળસુ હોય છે. જો આંગળીઓ

સખત અને અંદર તરફ વળેલી હોય અથવા પ્રાકૃતિક રીતે સંકોચાયેલી હોય તો આવી વ્યક્તિ સાવધાન, આત્મનિયંત્રક અને કાયર હોય છે.

* જો આંગળીઓ લચકદાર અને પાછળ તરફ કમાનની જેમ વળેલી હોય તો આવી વ્યક્તિ આકર્ષક સ્વભાવની, શાલીન અને ચતુર હોય છે, પરંતુ આવી વ્યક્તિ દરેક વાતને જાણવા માટે ઉતાવળી હોય છે.

* પ્રાકૃતિક રીતે વાંકીચૂકી, વિકૃત અને વળેલી હોય તો તે વ્યક્તિનો સ્વભાવ બગડેલો તથા કુટિલ હોય છે. સારા હાથો પર આવી આંગળીઓ મોટેભાગે દૃષ્ટિગોચર થતી નથી. એવું કહી શકાય કે આવી વ્યક્તિ હાસ્યાસ્પદ જણાય છે. તેને જોઈને નફરત ઊભી થાય છે.

* જો આંગળીઓનાં ટેરવાં ગાદી સમાન હોય તો આવી વ્યક્તિ વધુ પડતી સંવેદનશીલ હોય છે. તેને બીજા લોકો દ્વારા કષ્ટ સહન કરવું પડે છે.

* આંગળીઓ મૂળ પર જ મોટી અને ફૂલેલી હોય તો આવી વ્યક્તિ બીજા લોકોની અપેક્ષાએ પોતાના જ આરામની વધુ દરકાર રાખતી હોય છે. વળી આવી વ્યક્તિ ખાનપાન અને અન્ય બાબતે ખૂબ જ શોખીન હોય છે. આનાથી બરાબર ઊલટું જો આંગળીઓ મૂળ પર જ પાતળી હોય તો આવી વ્યક્તિ નિઃસ્વાર્થ વૃત્તિની હોય છે. આવી વ્યક્તિ કોઈ પણ બાબતે ઓછી શોખીન હોય છે.

* જો આંગળીઓ ખુલ્લી હોય એટલે કે તર્જની અને મધ્યમા આંગળીની વચ્ચે જગ્યા જોવા મળતી હોય તો આવી વ્યક્તિ સ્વતંત્ર વિચારોવાળી હોય છે, પરંતુ જો મધ્યમા અને અનામિકાની વચ્ચે અંતર વધુ હોય તો આવી વ્યક્તિ પોતાના કામમાં સ્વતંત્રતા ઇચ્છનારી હોય છે.

* મોટાભાગના હાથોમાં તર્જની આંગળી મધ્યમા કરતાં નાની હોય છે તો કેટલાક હાથોમાં તે મધ્યમા બરાબર પણ હોય છે. આવું જ અન્ય આંગળીઓ વચ્ચે પણ જોવા મળે છે. જો પ્રથમ આંગળી તર્જની વધુ લાંબી હોય તો આવી વ્યક્તિ ઘમંડી, બીજાઓ પર પોતાનો હુકમ ચલાવનારી અને રોફ જમાવનારી હોય છે. મોટેભાગે ધર્માચાર્ય અને રાજનીતિઓના હાથોમાં આવી લાંબી આંગળીઓ જોવા મળતી હોય છે.

* તર્જની આંગળી અસામાન્ય હોય તથા મધ્યમાની બરાબર લંબાઈવાળી હોય તો આવી વ્યક્તિમાં ઘમંડ કે અભિમાન વધુ જોવા મળે છે. અલબત્ત, આવી વ્યક્તિ કોઈ પણ બાબતે સાચી તો હોય જ છે.

* જો મધ્યમા (શનિની) આંગળી વર્ગાકાર અને મોટી હોય તો આવી વ્યક્તિનો સ્વભાવ અને તેની પ્રકૃતિ ખૂબ જ ગંભીર હોય છે. મધ્યમા આંગળી અણિયાળી હોય તો આવી વ્યક્તિના સ્વભાવમાં નિર્દયતા અને દગાખોરી જોવા મળે છે.

* અનામિકા (સૂર્યની) આંગળી તર્જનીની બરાબર લાંબી હોય તો આવી વ્યક્તિમાં ધનની લાલસા તથા કલાત્મક રુચિ દ્વારા પ્રતિષ્ઠા અને ગૌરવ પ્રાપ્ત કરવાની કામના વધુ હોય છે.

* અનામિકા આંગળી ઘણી લાંબી અથવા મધ્યમાની બરાબર લાંબી હોય તો આવી વ્યક્તિ જીવનને જુગાર સમાન સમજે છે. તેમજ દરેક વસ્તુને પછી તે પૈસો હોય, જીવન હોય કે કોઈ પણ પ્રકારનું જોખમ હોય, દરેક વસ્તુને તે દાવ પર લગાવવા તત્પર રહે છે.

* ત્રીજી અર્થાત્ અનામિકા આંગળીનું સમ આકાર હોવું તે વ્યક્તિની અભિનેતા, વક્તા અથવા ધર્મોપદેશક હોવાની પરિચાયક છે. વળી આવી વ્યક્તિ તરફનો એક સંકેત એવો પણ હોય છે કે તે કલાપ્રેમી, બળવાન અને બીજા લોકો પર પોતાનો પ્રભાવ પાડનારી હોય છે.

* જો ચોથી આંગળી એટલે કે કનિષ્ઠિકા સુગઠિત અને લાંબી હોય તો તે હાથમાં અંગૂઠાની સાથે સંતુલન બનાવી રાખવાનું કામ કરે છે તથા આવી વ્યક્તિ અન્ય વ્યક્તિને પ્રભાવિત કરવાની કલા સારી રીતે જાણતી હોય છે. કનિષ્ઠિકા લાંબી હોવી યા અનામિકાના નખ સુધી પહોંચતી હોવી એ એવી વ્યક્તિનો નિર્દેશ કરે છે જે પ્રતિભાશાળી અને તેજસ્વી હોય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
View More
Most Popular
Columns/Editorial
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com