180X600.jpg
Aug 30,2015 12:24:47 AM IST
 

પૃથ્વીની ગંધ સડેલાં ઈંડા જેવી હતી

May 03, 2013 14:14
 
Tags:   Early Earth Rotten Eggs Martin Brasier Statement 1-Micron-Sized Science comment     E-Mail     Print    
 
Viewed: 4355
Rate: 2.3
Rating:
Read in English
Bookmark The Article

લંડન, 3 મે

અશ્મિઓના ખોરાક અને બેક્ટેરિયાની સ્ટાઇલ પરથી તારણ

માનવામાં ન આવે તેવી વાત છે પણ જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે તેની ગંધ સડેલાં ઈંડા જેવી હતી. સંશોધકો દ્વારા ૧.૯ કરોડ વર્ષ પહેલાં પૃથ્વીની ગંધ કેવી હતી તેનું રિક્રિએશન કરવામાં આવ્યું હતું તેમાં એવું તારણ નીકળ્યું હતું કે તેની ગંધ સડેલાં ઈંડા જેવી છે. કેનેડામાં આવેલા લેક સુપિરિયરના પથ્થરોમાંથી મળી આવેલા ૧૯૦ કરોડ વર્ષ જૂના અશ્મિઓનો ફોટો લેવામાં આવ્યો હતો.

આ અશ્મિઓ દ્વારા ફોસિલ અને ગનફ્લિન્ટિશિયા જેવા સાયનોબેક્ટેરિયાનો ખોરાક તરીકે ઉપયોગ કરાતો હોવાનું જણાયું હતું. પૃથ્વીની ગંધ નક્કી કરવા માટે હિટરોટ્રોફી નામની પદ્ધતિ અપનાવવામાં આવી હતી. અન્ય બેક્ટેરિયાની સરખામણીમાં જૂના માઇક્રોબ્સનો સ્વાદિષ્ટ આહાર તરીકે ઉપયોગ કરાતો હોવાનું જણાયું હતું.

આપણે ખોરાક લઈએ તે પછી આપણાં આંતરડામાં રહેલા બેકટેરિયા જેવી રીતે ઓર્ગેનિક ખોરાકને કાપે છે તેવી જ રીતે આ અશ્મિઓના ખોરાકને બેક્ટેરિયા દ્વારા કાપવામાં આવતા હતા. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, નોર્વે અને ઓક્સફર્ડ યુનિર્વિસટીના સંશોધકો દ્વારા આ અંગે અભ્યાસ કરાયો હતો.

રાસાયણિક પુરાવાઓ એવો નિર્દેશ કરે છે કે ૩૫૦ કરોડ વર્ષ પહેલાં આ પ્રકારે અશ્મિઓ દ્વારા ખોરાક લેવાતો હતો, જેમાં કોણ કોને ખાતું હતું તે જાણવા મળ્યું હતું.

 
Share This



 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com