180X600.jpg
May 28,2016 07:31:09 AM IST
 

કેનેડામાં કાર અકસ્માતમાં ભારતીય મૂળની પાંચ વ્યક્તિઓનાં મૃત્યુ

May 03, 2013 14:18 NRI >
 
Family,Accident,Death,British Columbia rea Tags:   Family Accident Death British Columbia rea comment     E-Mail     Print    
 
Viewed: 62319
Rate: 3.3
Rating:
Bookmark The Article

ટોરેન્ટો, તા. ૨

કેનેડામાં ભારતીય મૂળનાં પાંચ લોકોનાં કાર અકસ્માતમાં મૃત્યું થયાં છે. કેનેડામાં આવેલા બ્રિટિશ કોલમ્બિયા વિસ્તારમાં પૂર ઝડપે જઈ રહેલી કારનો અકસ્માત થતાં તેમાં મુસાફરી કરી રહેલાં બે બાળકો સહિત પાંચ લોકોનાં મોત થયાં હતાં.

રવિવારે સવારે જ્યારે આ પરિવાર તેમની સુડાન કારમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એક સફેદ રંગની મિની કારે તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતને લીધે સુડાન કારના બે ભાગ થઈ ગયા હતા અને તેમાં મુસાફરી કરી રહેલા પરિવારના સભ્યોનું ઘટનાસ્થળ પર જ મોત થયાં હતાં, ત્યાના સ્થાનિક મીડિયાએ મૃતકોની ઓળખ કરી હતી. સૂત્રોને આધારે, લિંગ્લેનો ૪૬ વર્ષનો મિની વાનનો ડ્રાઇવર જીવિત છે અને તે ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માત માટે તેના પર અકસ્માતને લગતા કાયદાઓ હેઠળ ગુનો લાગુ કરવામાં આવશે. મૃતકોના પરિવારે કહ્યું કે, ડેલ્ટામાં આવેલાં સ્મશાનગૃહમાં અને નદીની બાજુમાં આવેલાં ફ્યૂનરલ હોમમાં શુક્રવારે તેમની અંતિમક્રિયા રાખવામાં આવી છે.

 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com