Sep 22,2014 01:37:25 AM IST
 

એર ઇન્ડિયાને બોઇંગ વળતાર આપવા તૈયાર

May 03, 2013 17:55 Business > Business News
 
Tags:   Air India Airport Mumbai Boing America Company Batary comment     E-Mail     Print    
 
Viewed: 2010
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૨

રાજ્યસભામાં આજે માહિતી આપવામાં આવી હતી કે અમેરિકાની વિમાન બનાવતી મહાકાય કંપની બોઇંગ બેટરીમાં આગના બનાવોને કારણે ડ્રીમલાઇનર વિમાનોની સેવા બંધ કરવામાં આવ્યા બાદ એર ઇન્ડિયાને વળતર આપશે. બોઇંગ વળતર આપવા માટે તૈયાર થઈ ગઈ છે. નાગરિક ઉડ્ડયનપ્રધાન કેસી વેણુગોપાલે એક પ્રશ્નના જવાબમાં આ મુજબની માહિતી આપી હતીઇ, તેમણે એમ પણ કહ્યું હતું કે વળતરનું પ્રમાણ બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર ખરીદી સમજૂતી મુજબ કરવામાં આવશે. અમેરિકન વિમાન બનાવતી કંપની અને નેશનલ કેરિયર વચ્ચે વિમાન ખરીદવા માટે સમજૂતી કરવામાં આવી હતી.

લેખિત પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું હતું કે સમજૂતીમાં કેટલીક જોગવાઈઓ રહેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોઇંગના ડ્રીમલાઇનરને લઈને ભારે હોબાળો થઈ ચૂકયો છે. વિશ્વના ઘણા દેશોમાં તેની સેવા બંધ રાખવામાં આવી હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com