Jul 31,2014 12:42:59 AM IST
 

એપલનો આઈફોન ૫એસ ૨૦મી જૂને લોંચ થશે

May 03, 2013 17:58 Business > Business News
 
Tags:   Apple Iphone 5s Mobile Lounch comment     E-Mail     Print    
 
Viewed: 2277
Rate: 4.5
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૨

જે સ્માર્ટફોનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે એપલનો આઈફોન ૫એસ ૨૦મી જૂને લોંચ થશે અને જુલાઈ મહિનામાં બજારમાંથી ખરીદી શકાશે. આ ફોનને આઈફોન૬ નામ આપવામાં આવશે તેમ મનાતું હતું, જોકે તે અફવા ખોટી પડી છે. એપલ દ્વારા આ સ્માર્ટફોનને આઈફોન ૫એસ એવું નામ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ૧૩ મેગાપિક્સલ કેમેરા છે, આ સ્માર્ટફોનને આઈઓએસ ૭ પર પણ ચલાવી શકાશે. થોડાક દિવસ પહેલાં જ એક ચાઈનીઝ વેબસાઇટે આ સ્માર્ટફોન પ્રોડક્શન તબક્કે હતો તે સમયના ફોટા જાહેર કરી દીધા હતા. આ સ્માર્ટફોનમાં સ્નેપિયર પ્રોસેસર, ફિંગરપ્રિન્ટ ઓળખ સેન્સર અને પાવરફુલ એલઈડી ફ્લેશ પણ છે. એનાલિસ્ટોનું માનવું હતું કે એપલ આ સ્માર્ટફોન વર્ષ ૨૦૧૩ના ત્રીજા ક્વાર્ટરમાં જ લોન્ચ કરી દેશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com