Oct 23,2014 03:37:57 PM IST
 

બ્લેક મની : જર્મન બેન્કમાં ગુપ્ત ખાતું ધરાવતી પહેલી વ્યક્તિને ઈડીની નોટિસ

May 03, 2013 18:00 Business > Business News
 
Tags:   P. Chidambaram Black Money India Businessmen World Bank comment     E-Mail     Print    
 
Viewed: 2559
Rate: 5.0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૨

સ્વિસની બેન્કોમાં કાળા નાણાં જમા કરાવનારા સામે કડક કાર્યવાહી હાથ ધરતાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક વ્યક્તિને રૂ. ૨ કરોડનો દંડ ફટકાર્યો છે. બે વર્ષ પહેલાં જર્મનીએ એલજીટી બેન્કની સોંપેલી યાદીમાં ઊંડાણપૂર્વક હાથ ધરેલી તપાસ બાદ ફોરેક્સ એક્ટના ઉલ્લંઘન બદલ મુંબઇ ખાતે રહેતી વ્યક્તિને આ નોટિસ ફટકારી છે.

ઈડીએ એલજીટી બેન્કના ખાતેદારને રૂ. ૨ કરોડનો દંડ ફટકાર્યો

જોકે ઈડીએ આ વ્યક્તિનું નામ બન્ને દેશો વચ્ચે થયેલી સંધિમાં દર્શાવેલી ગુપ્તતાની શરતો આગળ ધરીને જાહેર કરવાની ના પાડી દીધી હતી. ઈડીએ ફેમાના નિયમોના ઉલ્લંઘન બદલ રૂ. ૨.૨૬ કરોડનો દંડ ફટકાર્યો હતો. આ વ્યક્તિએ ચાલુ વર્ષની શરૂઆતમાં નાણાંની ગેરકાયદે હેરફેર કરી હતી.

અગાઉ જર્મનીએ વર્ષ ૨૦૧૧માં એલજીટી બેન્કોમાં ગુપ્ત ખાતાં ધરાવતાં કેટલાક ભારતીયોની યાદી ભારતને પૂરી પાડી હતી. આ યાદીમાં સમાવિષ્ટ વ્યક્તિઓની સામે કાર્યવાહી હાથ ધરતાં તાજેતરમાં ઇન્કમટેક્સ વિભાગે ૧૭ વ્યક્તિઓને આવક છુપાવવા બદલ નોટિસ પાઠવી હતી, તેમની સામે ઇન્કમટેક્સ કાયદાની કલમ ૨૭૧ (૧)(સી) હેઠળ કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ કલમમાં આવક છુપાવવા અને આવકની ખોટી જાણકારી આપવા માટે કાર્યવાહીની જોગવાઈ કરાઈ છે.

આઈટી અને ઈડી બન્ને વિભાગોએ યાદીમાં જે ૧૭ વ્યક્તિઓનાં નામની જાણકારી આપી છે તેમનાં નિવેદનો નોંધ્યાં હતાં અને તમામ લોકોએ આ પ્રકારનું કોઇ ખાતું ધરાવતા હોવાનો ઇનકાર કર્યો હતો. ઇન્કમટેક્સ વિભાગે પહેલેથી જ કોર્ટમાં તેમની સામે કેસ દાખલ કરી દીધો છે.

અગાઉ સરકારે જર્મન સત્તાવાળાઓએ પૂરી પાડેલી જાણકારીના આધારે ૧૮ વ્યક્તિઓની સામે રૂ. ૨૪.૬૬ કરોડનો દંડ ફટકાર્યો હતો. જર્મનીએ ખરીદેલી ૧,૪૦૦ ગુપ્ત બેન્ક એકાઉન્ટની યાદીમાં આ નામોનો સમાવેશ થતો હતો. સત્તાવાર માહિતી મુજબ ભારતને અનેક દેશોમાંથી ભારતીય નાગરિકોની શંકાસ્પદ નાણાકીય લેવડદેવડની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. આ નાણાકીય લેવડદેવડની હાલમાં તપાસ ચાલી રહી છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com