180X600.jpg
Jul 29,2016 11:24:44 AM IST
 

કુરુક્ષેત્રમાં લડવું કેમ? (યુથ વર્લ્ડ)

May 03, 2013 18:11 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1801
Rate: 0
Rating:
Bookmark The Article

યુથ વર્લ્ડ - આરતી ઓઝા

કોણ હતી એ ? કેમ એ વારંવાર પોતાની તરફ જ જોઈ રહી છે? પહેલાં એ આ બસમાં રોજ આવતી હતી કે કેમ? એ યાદ કરવા મથી રહ્યોમિહિરને એ હાસ્ય વચ્ચે પેલી યુવતીનું સ્મિત ફરકતું દેખાતું હતું... એને થયું કે કારના બહાને એ પેલી યુવતીના સાંનિધ્ય પાછળ ધસડાઈ રહ્યો હતો

એક મિત્રને કવિતા લખવાનો શોખ છે. તેમની પંક્તિઓઃ કૃષ્ણ તમે જ કહો, અમારે કરવું કેમ?

રોજ રચાતા કુરુક્ષેત્રમાં રોજ અમારે લડવું કેમ?

યુવા દોસ્તો! આપણી આસપાસ રોજબરોજ અનેક ઘટનાઓ એવી બને છે કે જેનો સીધો સંબંધ આપણાં દૈનિક વ્યવહાર સાથે જોવા મળતો નથી. આમ છતાં, એ ઘટનાઓથી આપણું હૃદય કંપી જાય છે. મિજાજ સાતમાં આસમાન પર પહોંચી જાય છે.

આ પ્રકારેની ઘટનાઓથી ક્યારેક મનમાં ઉદાસી છવાય છે તો ક્યારેક કંઈ ક્રાંતિકારી કદમ ઊઠાવવાની ઈચ્છા જાગૃત થાય છે. યુવાવસ્થામાં નિરાશા ઓછી અને કંઈ પરિવર્તનશીલ કામ કરવાની ઉત્કંઠા વધુ જોવા મળે છે. પરંતુ વાતાવરણની સામાજિક ભીનાશ આપણાં યૌવનત્વ પર ભેજ જમાવી બેસતાં ચર્ચા કરીને, ર્સિંફગમાં આપણો આક્રોશ ઠાલવીને આપણે સમાધાન મેળવવાનો પ્રયાસ કરતાં રહીએ છીએ. આમ જ વર્ષો બાદ આપણે પણ વયસ્ક વ્યક્તિની માફક 'મોટું મન' રાખવાની સુફિયાણી વાતો કરવા લાગીએ છીએ.

દેશદાઝ ક્યાં?

તાજેતરમાં ફિલ્મ અભિનેતા સંજય દત્તને ૧૯૯૩ના મુંબઈ બોંબકાંડ અંતર્ગત ગેરકાનૂની હથિયાર રાખવા સંબંધમાં ભારતની સર્વોચ્ચ અદાલતે પાંચ વર્ષની કેદની સજા ફટકારી. 'મધર ઈન્ડિયા' નો લાડલો જેલમાં જાય તે કેવી રીતે સ્વીકારી શકાય?

ભારતમાં બધા નાગરિક સમાન આ વાત અવારનવાર જોરશોરથી બોલવામાં આવે છે પરંતુ આપણે તેનાથી બિલકુલ વિપરીત અનુભવ કરીએ છીએને? થોડી રાજકીય લાગવગ અને પૈસા ખર્ચીને પ્રસિદ્ધિ મેળવવાની કુનેહ હોય તો કાયદો- સજા બધું જ પાંગળું બની જાય છે. સંજયદત્ત સામેના આક્ષેપો ગંભીર છે. પુરાવાઓ નક્કર છે, પરંતુ નબીરો હોવાથી તેને સજા કેવી રીતે ફટકારી શકાય? બેવડાં ધોરણ અપનાવવાથી ભારતીય વિશેષતા આપણે દિવસમાં કેટકેટલીક વખત અનુભવીએ છીએ? કાનૂની રાહે આગળ વધી પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનો બંધારણમાં સૌને અધિકાર આપ્યો છે. આ અધિકારનો છટકબારીના રૂપમાં ઉપયોગ કરવામાં આવે તો ન્યાયપાલિકા કંઈ જ ન કરી શકે તે તો કેવી મજબૂરી ગણાય?

સંજય દત્ત માટે સહાનુભૂતિ વ્યક્ત કરનારાઓ બોંબકાંડમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત બની જિંદગી ગુજારનારા તરફ નજર કરી છે ખરી? અભિનેતાની ફિલ્મોનું શૂટિંગ અટકી પડશે, કરોડો રૂપિયા અટવાઈ પડશે વગેરે વાતો ઉચ્ચારનારા દાઉદ સાથે સાંઠગાંઠ કરનારાની ટીકા કરે તે અપેક્ષા રાખવી મૂર્ખામી નથી લાગતી?

હવે તો હદ થઈ છે, તેવું મારા-તમારાં જેવા કોઈક બોલે તો તે પૈસાના જોરે શરૂ થયેલ ''સંજુ બાબા નિર્દોષ''ની કાગારોળમાં કોણ સાંભળશે? ભારતને દશકોથી ઈસ્લામિક આતંકવાદ દ્વારા ઘાયલ કરવામાં આવે છે. અસંખ્ય નિર્દોષ નાગરિકો, લશ્કરના જવાનોની હત્યા થઈ છે. અબજો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે અને સતત ભયના ઓછાયા નીચે ભારતની જનતા જીવી રહી છે ત્યારે કડક હાથે કસુરવાર સામે પગલાં લેવાને બદલે ઢીલી નીતિ અપનાવવાથી આપણે યુવા પેઢીનું ભાવિ કેટલું ભયંકર બનાવવા જઈ રહ્યાં છીએ તેનો કોઈ વિચાર જ નહિ, ચર્ચા જ નહિ?

સજ્જનશક્તિની નિષ્ક્રિયતા સંજય દત્તને બચાવવાની વાત હશે કે કરોડો ગેલન પાણીનો દુષ્કાળગ્રસ્ત મહારાષ્ટ્રમાં આઈ.પી.એલ.ની મેચો માટે વેડફાટ હશે, પ્રજા મૌન ધારણ કરી બધું જોયા કરે છે. મહારાષ્ટ્રના ઉપ-મુખ્યપ્રધાન દુકાળમાં ડેમ ખાલી હોવાથી ખેડૂતોને અભદ્ર ભાષામાં જવાબ આપે તો પણ પ્રતિક્રિયા વિહોણો સમાજ શાંત બેસી રહે ત્યારે યુવા હૃદયમાં ચિનગારી પ્રગટતી જોવા મળે છે. આ ચિનગારી અંદરોઅંદર ભભૂકે અને અચાનક એક દિવસ વિસ્ફોટક બની સમાજને અસ્તવ્યસ્ત કરી મૂકે તે દિવસો દૂર નથી. પરંતુ રસ્તા પર આવી જઈ સરકારી ઈમારતોને નિશાન બનાવી હિંસક   ગતિવિધિ કરવાથી ખરેખર પ્રશ્નો હલ થવાના ખરા? દેશદાઝ વગરના સામાજિક, આર્થિક તેમજ રાજકીય નેતૃત્વમાં હિંસક ઘટનાઓથી ફેરફાર થવાનો ખરો?

પરીક્ષાઓ બાદ રજાના દિવસો આવશે ત્યારે નાની નાની ટુકડી બનાવી આમ જનતાની વચ્ચે પાયાના પ્રશ્નોની ચર્ચા કરવા આપણે યુવા મિત્રો જઈ શકીએ? લોકોના મનમાં જે આક્રોશ છે તે સકારાત્મક્તા તરફ વાળવા માટે આપણે સક્રિય બની શકીએ?

હવે આ દેશમાં કંઈ જ સારું શક્ય જ નથી તેવી માનસિક્તા વ્યાપક બની છે તેમાં યોગ્ય બદલાવ આપણે યુવાનો જ લાવી શકીશું. લોકો ભેગા મળતાં થાય, સામાજિક, આર્થિક, રાજકીય પ્રશ્નો કે સમસ્યાઓનં વિશ્લેષણ કરતાં થાય તે જરૂરી જણાય છે. 'હું, મારો પરિવાર અને મારું કામ ભલું' આ માનસિક્તા માટે સ્થાનિક સ્તરથી પરિવર્તન લાવવા યુવાવર્ગે કમર કસવી પડશે. આપણી આસપાસ અનેક સંજય દત્તો છે, ગેરકાનૂની અડ્ડાઓ છે, પોલીસ કે અન્ય શાસકીય નિષ્ક્રિયતા જોવા મળે ત્યારે સમાજને સંગઠિત કરી સતત રજૂઆત કરવાથી થાકવું ન જોઈએ.

આજે નહિ તો કાલે પરિણામ ચોક્કસ આવશે જ આ વિશ્વાસ સમાજમાં ઉત્પન્ન કરવાની જવાબદારી યુવાવર્ગની છે. શહીદ ભગતસિંહનું પ્રસિદ્ધ કથન આજની યુવા પેઢીને પ્રેરણા આપનારું બની શકે છેઃ જિંદગી કો અપને દમ પર જીના શીખો ક્યોંકિ દુસરો કે કંધો પર તો સિર્ફ જનાજા ઉઠતા હૈ. આપણે આવનાર ભારતીય શકસંવત ૧૯૩૫માં સંકલ્પ કરીએ કે '' લોગ શોર સે જગ જાતે હૈ ઔર હમેં ખામોશી સોને નહિ દેતી.'' જાગૃત યુવા સમર્થ ભારત આ નારાને સાકાર કરીએ.

 
Share This
 
 
   

 
Supplements
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com