180X600.jpg
Jun 29,2016 05:34:36 AM IST
 

વિન્ડો ૮, મોબાઇલ તથા ટેબમાં ગુજરાતી સ્ટુડન્ટ્સની એપ્સ

May 03, 2013 23:11 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1004
Rate: 4.6
Rating:
Bookmark The Article

અમદાવાદ : ૩ મે ૨૦૧૩

વિન્ડોઝ ૮ વર્ઝનનાં ફોન તથા ટેબ્લેટમાં અવેલેબલ સાત જેટલી એપ્લિકેશન જીટીયુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમદાવાદ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી અને સાઇબર ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી ફોર ગર્લ્સના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એન્ડ કમ્પ્યૂટરના ફાઇનલ યરના સાત વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી આ એપ્લિકેશન્સ સોફ્ટવેર એન્જિનિયર જીનલ શાહના ગાઇડન્સ હેઠળ તૈયાર કરવામાં આવી છે. માઇક્રોસોફ્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલી આ એપ્લિકેશન્સ ૧૪૬ દેશોમાં અવેલેબલ છે. એઆઈટીના પ્રિયાંક ગાંધી તથા ઋષિકેશ કૃપાલાએ કોલેજ પ્રોજેક્ટના ભાગરૂપે વિન્ડ ૮ મોબાઈલ માટે કુકર્સ ડેન, ફાઇન્ડ ફોર મી, રાઇમિંગ બઝ એપ્લિકેશન તૈયાર કરી છે. આઈટીના હિમાની શુકલ અને પ્રિયંકા પટેલે સિને બસ્ટર મોબાઇલ, ટેબ્લેટ તથા ખાલી ટેબલેટ માટે રાઇમિંગ બઝ જેવી બે એપ તૈયાર કરી છે. એસઆઈટીજીની સ્ટુડન્ટ માનસી ત્રિવેદી, ધ્વનિ પટેલ અને પ્રાંજલ બદીયાનીએ બેબીસ ટોકી તથા મેમરીઝ ફોર મોમીઝ એમ બે મોબાઇલ માટે એપ્સ બનાવી છે.

એપ્સ વિશે
૧ કુકર્સ ડેન

આ એપ્સનો ઉપયોગ વિન્ડો ૮ ધરાવતા ટેબ્લેટ તથા મોબાઇલમાં કરી શકાય છે. જેમાં રસોઈની વિગતો તથા ઇન્ડિયન, ઇન્ટરનેશનલ રેસીપી અવેલેબલ છે.

૨ રાઇમિંગ બઝ

મોબાઇલ તથા ટેબ્લેટમાં અવેલેબલ આ એપ ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં તેનો ઓડિયો અને તેના લિરિક્સ છે.

૩ ફાઇન્ડ ફોર મી

વિન્ડો ૮ વર્ઝન ધરાવતા ફોનમાં એપ્સના માધ્યમથી મેપમાં એડ્રેસ સહીત રેસ્ટોરાં, હોસ્પિટલ, પેટ્રોલ પંપ, એટીએમ, ટેક્સી સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન જેવા લોકેશન જોઇ શકાશે.

૪ સીને બસ્ટર

ઇનસાઈક્લો ઓફ મૂવી ગણાતી એપમાં પોસ્ટરથી લઈને તેના પ્રોડયુસર, ડિરેક્ટર, સ્ટારકાસ્ટ, સિંગર અને રેટિંગ, સેલિબ્રિટી તથા સિંગરની પ્રોફાઇલ પણ અવેલેબલ છે.

૫ બેબીસ ટોકી

એક ગેમ છે જેમાં પ્રેગ્નન્ટ વુમન પોતાના સવાલ મૂકે છે કે જેમ કે તેનું આવનાર બેબી કેવું હશે. તેને લોકો રિપ્લાય કરે છે. જ્યારે બેબી આવે ત્યારે તે ફરી તેની ડિટેલ મમ્મી અપલોડ કરે છે.

૬ મેમરીઝ ફોર મોમીઝ

આ એક સોફ્ટ સ્લેમ બુક જેવું છે જેમાં મમ્મી પોતાના બાળકના જન્મની ડેથથી લઈને તેની એક વર્ષ સુધીની માહિતી તેના વજનથી લઈને રંગરૂપ અને તમામ મૂવમેન્ટ અંગેની માહિતી આપે છે.

 
Share This




 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com