180X600.jpg
Jul 26,2016 03:29:50 AM IST
 

વાહન ચોરી કરી ભાડે આપનાર આધેડ સિક્યોરિટી ગાર્ડ પકડાયો

May 04, 2013 02:05 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1500
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ,તા,૩

ચોરીના વાહનોને પણ ભાડે આપી પૈસા કમાનાર ભેજાબાજ સિક્યુરિટી ગાર્ડને ઘાટલોડિયા પોલીસે ઝડપી પાડયો છે. મોજશોખ પૂરા કરવા માટે આધેડ શખસ ચોરીના રવાડે ચઢયો હતો ઘાટલોડિયા પોલીસે આધેડ શખસની ધરપકડ કરી ગુનો નોધી પાંચ ટુવ્હિલર વાહનો કબ્જે કર્યા છે.

ઘાટલોડીયા પોલીસ મથકના ડિસ્ટાફના મહેન્દ્રસિંહ વનાર સહિતના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી આધારે સતધાર ચાર રસ્તા પાસેની એક સોસાયટી નજીક એક આધેડ વ્યક્તિ શંકાસ્પદ લાગતા તેને અટકાવી પુછપરછ કરી હતી પોલીસે તેની પાસેના વાહનના કાગળો માગ્યા હતા પરંતુ કાગળો ન હોવાથી પોલીસે તપાસ કરતાં તેની પાસેથી બે એક્ટિવા અને ત્રણ સ્કૂટી પેપ મળી આવ્યા હતા તમામ વાહનો ચોરીના હોવાનુ ખુલતા પોલીસે પ્રવીણભાઇ માધવભાઇ પટેલની (ઉં.૫૮) ધરપકડ કરી હતી. ઘાટલોડિયા પોલીસ મથકના બે ગુના, એક સોલા, માધવપુરા અને એક ગુનો નારણપુરા પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલાયો છે ઘાટલોડિયા પોલીસે જણાવ્યું હતું કે, પ્રવીવણભાઇ મોજશોખ પૂરા કરવા માટે વાહનો ચોરતા હતા. ચોરેલા વાહનો વેચતા ન હતા પણ આ વાહનોને તેઓ રૂ.૧૦૦ અને રૂ.૫૦૦માં ભાડે આપતા હતા અને વાહન બગડી જાય તો જે તે ગેરેજ પર વાહન મૂકી આવતા હતા. પ્રવીણભાઇ છૂટક સિક્યુરિરીટી ગાર્ડ તરીકે પણ કામ કરતાં હતા પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 
Share This