Nov 01,2014 12:57:47 PM IST
 

દ્વારકાધીશ મંદિરનો દરવાજો ખોલાવવાની PIL ફગાવાઈ

May 04, 2013 02:05 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 4467
Rate: 4.0
Rating:
Bookmark The Article

અમદાવાદ,તા.૩

દેશના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશના મંદિર આગળના મુખ્ય પ્રવેશદ્વારની આગળનો દરવાજો લોખંડની ગ્રીલથી આડાશરૂપે મૂકી બંધ કરી દેવાતાં શ્રદ્ધાળુ ભકતજનોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં લઇ આ દરવાજો પુનઃ ખુલ્લો કરવા દાદ માગતી જાહેરહિતની રિટ અરજી આજે ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે આ જાહેરહિતની રિટમાં અગાઉ અનામત રાખેલો પોતાનો ચુકાદો આજે જાહેર કરી અરજદારપક્ષની રિટ અરજી કાઢી નાખી હતી.

  • લોખંડની ગ્રિલથી દરવાજો બંધ કરાતાં શ્રદ્ધાળુઓને હાલાકી

જામનગરના અનિલ ભાઇલાલ દ્વારા કરાયેલી પીઆઇએલમાં એવી રજૂઆત થઈ હતી કે, સત્તાવાળાઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મંદિરના મુખ્ય પ્રવેશદ્વારના હિસ્સાને લોખંડની ગ્રીલથી બંધ કરી દેવાયો છે અને તેના બદલે પૂર્વ તરફની એન્ટ્રી ચાલુ રાખવામાં આવી છે. આમ કરવાના લીધે દેશ-વિદેશથી મંદિરના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુ ભકતજનોને ઘણી તકલીફ પડી રહી છે. અરજદારપક્ષ તરફથી આ મામલે મંદિરના સત્તાવાળાઓનું ધ્યાન દોરાયું હતું જોકે રજૂઆત ધ્યાને લેવાઇ નથી.

અરજદારપક્ષ તરફથી એ મુદ્દે પણ અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, આર્કિઓલોજિકલ દ્રષ્ટિકોણથી પણ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારની આગળનો આ દરવાજો આરક્ષિત સ્મારક તરીકેનું મહત્ત્વ ધરાવે છે અને તેથી આ મુદ્દે પણ સત્તાવાળાઓનું ધ્યાન દોરાયું હતું. બે દરવાજાના બદલે એક જ દરવાજેથી ભકતજનોની એન્ટ્રીને લઇ હાલ ભારે હાલાકી અને તકલીફો પડી રહી જાહેરજનતાના હિતમાં બંને દરવાજા સત્તાવાળાઓએ ખુલ્લા કરવા જોઇએ. દરમિયાન રાજ્ય સરકાર તરફથી જણાવાયું હતું કે, સલામતીના કારણોસર મંદિરનો આ દરવાજો બંધ કરાયો છે. કારણ કે, દ્વારકા મંદિર આતંકવાદીઓના હિટલિસ્ટમાં છે અને ગમે ત્યારે હુમલાની દહેશત સતત તોળાઈ રહી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com