Nov 01,2014 05:11:59 PM IST
 

UPSCમાં ગુજરાતના ૧૧ યુવાનો પાસ

May 04, 2013 02:06 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 3227
Rate: 4.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૩

ભારતીય સનદી સેવા માટે પસંદ કરવા યુપીએસસી દ્વારા નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૨માં લેવાયેલી મુખ્ય પરીક્ષામાં અમદાવાદના ગુલબાઇ ટેકરા ખાતેની સ્પીપાના ૩૨ ઉમેદવારો પાસ થયા હતા. તેમાંથી છેવટે ૧૧ ઉમેદવારો પાસ થયા છે, જે પૈકી બે ઉમેદવારોને આઇઆઇએસ અને બાકીના નવ ઉમેદવારો આઇઆરએસમાં પસંદ થશે.

  • ૧ આઇએએસ, ૧ આઇપીએસ, બાકીના નવ આઇઆરએસમાં પસંદ થશે

આઇએએસ, આઇપીએસ, આઇઆરએસ જેવી કલાસ વન ઓફિસરની પરીક્ષા પુર્ણ કરવામાં સ્પીપાના ૧૧ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. અગાઉ મે-૨૦૧૨માં લેવાયેલી પ્રિલિમનરી પરીક્ષામાં સ્પીપાના ૭૬ ઉમેદવારો પાસ થાય હતા. જેમાંથી મુખ્ય પરીક્ષામાં ૩૨ ઉમેદવારો પાસ થયા હતા. છેવટે ૧૧ ઉમેદવારોની પસંદગી થઇ છે. સ્પીપાના ઉમેદવારોમાં સૌથી વધારે રેંક મેળવનાર સાંગીલી સાનમોહન આઇએએસ અને બોરસીંગ યાદવ આઇપીએસ માટે પસંદ થાય તેવી શકયતા છે. બાકીના ઉમેદવારો આઇઆરએસ માટે પસંદ થશે તેવું સ્પીપાના સત્તાવાર સુત્રોએ કહ્યું હતુ.ં ઉર્તીણ થનાર ૧૧ પૈકી પાંચ એસટી કેટેગરીના, ત્રણ એસઇબીસીના, ત્રણ ઓપન કેટેગરીના છે. સફળ થનાર ૧૧ ઉમેદવારોમાં ત્રણ મેડિકલ, પાંચ ઇજનેરીના, એક એમ.કોમ.ની અને બે વિદ્યાર્થીઓ આર્ટસની પદવી ધરાવે છે. સફળ થનાર વિદ્યાર્થીઓએ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, ઇતિહાસ, મેડિકલ સાયન્સ, જીયોગ્રાફી, ગુજરાતી સાહિત્ય સહિતના વિષયો રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્પીપાએ કોચીંગ આપવા માટે ૯૮૪૯ વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા લીધી હતી. તેમાંથી ૧૦૦ વિદ્યાર્થીઓને કોચીંગ માટે પસંદ કરાયા હતા. જે પૈકી ૧૧ ઉમેદવારો પરીક્ષામાં સફળ બન્યા છે.

પાંચ ઉમેદવારોએ ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપ્યા

આઇએએસ, આઇપીએસ, આઇઆરએસ બનવા માટે અંગ્રેજી ફરજીયાત જોઇએ તેવું માનતા વિદ્યાર્થીઓ માટે પથદર્શક બાબતએ છે કે આજે સફળ થનાર ૧૧ ઉમેદવારો પૈકી પાંચ ઉમેદવારોએ ગુજરાતી ભાષા બોલીને ઇન્ટરવ્યુ આપ્યા હતા. ગુજરાતીમાં ઇન્ટરવ્યુ આપનાર વ્યોમેશ શેઠ, કોમલ ગણાત્રા, કરણરાજ વાઘેલા, કિરણ છત્રપતિ અને જયંતિ સોલંકીએ ગુજરાતીમાં ઇન્ટરવ્યુ આપ્યા હતા.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com