180X600.jpg
Aug 28,2015 10:37:25 PM IST
 

વિસ્મય શાહને હવે ટ્રાયલ પૂરો થાય ત્યાં સુધી જેલમાં રહેવું પડશે

May 04, 2013 02:06 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3911
Rate: 3.5
Rating:
Bookmark The Article

અમદાવાદ,તા.૩

ચકચારભર્યા હીટ એન્ડ રન કેસમાં માલેતુજાર નબીરા વિસ્મય અમિત શાહને ખુદ દેશની સર્વોચ્ચ અદાલતે પણ જામીન આપવાનો સાફ ઇનકાર કરી દેતાં હવે વિસ્મય શાહને સમગ્ર કેસનો ટ્રાયલ પૂરો થાય ત્યાં સુધી જામીન નહી મળે! અસાધારણ સંજોગો અથવા તો, કોઇ આકસ્મિક સંજોગો સર્જાય તો વચગાળાના જામીનની સંભાવના છે. બાકી હવે તેને જામીન મળવાના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા છે. સૌથી નોંધનીય વાત તો એ છે કે, હાઇકોર્ટના સીનીયર એડવોકેટ એસ.વી.રાજુથી લઇ અનેક કાનૂની કાનૂની દિગ્ગજો વિસ્મયને જામીન અપાવવામાં નિષ્ફળ રહ્યા છે.

  • નબીરાને જામીન અપાવવામાં એસ.વી.રાજુથી માંડી ટોચના વકીલોની ફોજ નિષ્ફળ રહી
  • હવે અસાધારણ સંજોગોમાં ઉભા થાય તો જ વચગાળાના જામીનની શકયતા

અમદાવાદ શહેર સહિત ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનાર બીએમડબલ્યુ હીટ એન્ડ રન કેસમાં માલેતુજાર નબીરા વિસ્મય અમિત શાહની ધરપકડ બાદ ચાર્જશીટ પહેલાની સેશન્સ કોર્ટમાં જામીનઅરજીના પહેલા જ તબક્કે હાઇકોર્ટના સીનીયર એડવોકેટ એસ.વી.રાજુ હાજર થયા હતા પરંતુ તેમછતાં વિસ્મય શાહને જામીન મળ્યા ન હતા. ત્યારબાદ વિસ્મયે હાઇકોર્ટમાં જામીનઅરજી કરી ત્યારે સીનીયર એડવોકેટ પ્રકાશ એમ.ઠક્કર અપીઅર થયા હતા. હાઇકોર્ટે જામીનઅરજી ફગાવવાનું વલણ અપનાવતાં તેને પોતાની અરજી પાછી ખેંચવી પડી હતી. ચાર્જશીટ પહેલાં વિસ્મયને જામીન નહી મળતાં વિસ્મયને ચાર્જશીટ રજૂ થવાની રાહ જોવી પડી હતી. ચાર્જશીટ રજૂ થયા બાદ કેસના બદલાયેલા સંજોગોના આધાર સાથે વિસ્મય શાહે જાણીતા એડવોકેટ મીતેશ અમીન મારફતે જામીનઅરજી કરી હતી. જે સેશન્સ કોર્ટે ધરાર ફગાવી દીધી હતી. જેથી વિસ્મયે હાઇકોર્ટમાં જામીનઅરજી કરી એડવોકેટ ભદરીશ રાજુ સાથે સીનીયર કાઉન્સેલ તરીકે નિરૂપમ નાણાવટીને ઉતાર્યા હતા પરંતુ હાઇકોર્ટે ફરીથી વિસ્મયને જામીન આપવાનો ઇનકાર કરી તેની જામીનઅરજી ફગાવી દીધી હતી. તમામ તબક્કે હાર્યા બાદ વિસ્મયે આખરે સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. વિસ્મય તરફથી એડવોકેટ ભદરીશ રાજુની સાથે સુપ્રીમકોર્ટના સીનીયર કાઉન્સેલે હાજર રહી બચાવની દલીલો રજૂ કરી હતી પરંતુ સુપ્રીમકોર્ટે આકરા વલણ સાથે વિસ્મયની જામીનઅરજી ફગાવી દેવાનું વલણ અપનાવતાં તેને પોતાની અરજી પાછી ખેંચી લેવી પડી હતી. આમ, વિસ્મયના કેસમાં તમામ મોરચે એસ.વી.રાજુ સહિતના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓની ફૌજ તેને જામીન અપાવવામાં નિષ્ફળ રહી હતી.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com