180X600.jpg
Sep 04,2015 02:53:53 AM IST
 

સુરંગકાંડ : જેલ સુપરિન્ટેન્ડન્ટ પારઘી સહિત ચાર જેલરો વિરુદ્ધ ગુનો દાખલ કરાશે

May 04, 2013 02:09 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2282
Rate: 4.5
Rating:
Bookmark The Article

અમદાવાદ,તા.૩

સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઇન્ડિય મુઝાહિદીના ૫૫ આતંકવાદીઓએ જેલના સ્ટાફ અને જેલરોની રહેમ નજર હેઠળ સુંરગ ખોદી કાઢી હતી.જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી રહી છે. છેલ્લા અઢી મહિનાની તપાસ બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેલના સુપરિન્ટેન્ડન્ટ આર.જે.પારઘી,અન્ય ચાર જેલરો પરમાર,વણકર,રબારી અને વજનદાર પથ્થરની મદદથી સુરંગ પુરાવા માટે મદદગારી કરનાર એક કેદી વિરૂધ્ધ કાવતરૂ ઘડવાનો અને પુરાવાનો નાશ કરવાના આરોપ સાથે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામા આવશે.

  • જેલ સુપરિન્ટેન્ડન્ટ પારઘી,અન્ય ૩ જેલર,કેદી સહિત છ વિરુદ્ધ કાવતરાનો આરોપ
  • ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરંગકાંડમાં ટૂંક સમયમાં અનેક રહસ્યો બહાર લાવશે

ઇન્ડિયન મુઝાહિદ્દીનના આંતકવાદીઓ હાફુઝ,સાબલી,સાદુલી સહિતના આંતકવાદીઓએ પાવડા, અણીદાર પથ્થરો, બેટરી, હોકાયંત્ર, થાળીની મદદથી જેલમાંથી સુરંગ ખોદીને નાસી છુટવાનો પ્લાન ઘડી કાઢયો હતો.સુબેદાર ગોવિદ લકુમની તકેદારીના પગલે સુંરગકાંડ પકડાઇ ગયું હતું.આ અંગે ફેબ્રુઆરી મહિનામાં રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ક્રાઇમ બ્રાન્ચની ટીમે જેલમાં તપાસ કરીને તેમજ કાવતરામાં સામેલ આતંકવાદીઓની કસ્ટડી મેળવીને સમગ્ર કાવતરામાં કોણ કોણ સંડોવાયેલા છે અને સુંરગમાંથી પાવાગઢના જગલોમાં નાસી છુટવાના હતા તેની ચૌકાવનારી હકિકતો મેળવી લીધી છે.

સુંરગકાંડની હાઇપાવર કમીટીએ પણ તપાસ કરીને ગૃહવિભાગે રિપોર્ટ આપ્યો છે.આ રિપોર્ટમાં પણ જેલતંત્રની બેદરકારી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ત્યારે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સુંરગકાંડ માટે જવાબદાર જેલ સુપરિન્ટેન્ડન્ટઆર.જે.પારઘી અને અન્ય ચાર જેલર અને સુરંગ પથ્થરની મદદથી પુરવામાં મદદગારી કરનાર કેદી સહિત છ વિરૂધ્ધ કલમ ૨૦૧ અને ૧૨૦ બી હેઠળ ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ્ અધિકારીઓ અને શહેર પોલીસ કમિશનર સાથે યોજાયેલી મીટીગમાં ફરિયાદ દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાની વિગતો જાણવા મળી છે.

અત્યંત સવેદનશીલ એવા સુંરગકાંડમાં જેલના પાંચ જેલરો અને કેદી વિરુદ્ધ ગુનો દાખલ કરવાની લીલીઝંડી મળી જતાં પોલીસ બેડામાં ફફડાટ ફેલાઇ ગયો છે.એટલુ જ નહિં સુંરગ ખોદવામાં આવી છે તેની જાણકારી બપોરના સુમારે જેલર આર.જે.પારઘીને મળી ગઇ હતી તેમ છતાં તેની જાણ રાત્રીના નવ વાગ્યે એડીજીપી પી.સી.ઠાકુરને કરવામાં આવી હતી.તે પહેલા સુરંગને પુરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.જેલના સટાફની મદદથી સુંરગ ખોદવામાં આવી હોવાનું તપાસમાં પુરવાર થયુ છે જેના આધારે ગુનો દાખલ કરવામાં આવનાર છે.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com