Oct 20,2014 04:49:41 PM IST
 

મુંબઈના વે૫ારીના બે લાખના દાગીના સાથે પર્સની તફડંચી કરનાર વિપ્ર શખ્સ ઝડપાયો

May 04, 2013 00:32 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 403
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ, તા.૩
રાજકોટ રેલવે સ્ટેશન પર ૧૫ દિવસ પહેલા મુંબઈના વેપારીની નજર ચૂકવી ૧.૮૫ લાખના સોનાના દાગીના
, મોબાઈલ ફોન, રોકડ મળી બે લાખની માલમત્તા ભરેલા પર્સની ઉઠાંતરી કરવાના ગુનામાં જામનગર રોડ પર રહેતા લેબર કોન્ટ્રાકટર વિપ્ર પ્રૌઢની પોલીસે ધરપકડ કરી આગવી ઢબે પુછપરછ કરતા રાજકોટ- અમદાવાદ સહિત અનેક રેલવે સ્ટેશનમાં તેમજ ચાલુ ટ્રેને મુસાફરોની બેગ ઉઠાવી લેવાના એક ડઝન ગુનાનો ભેદ ખુલતા પોલીસે અઢી લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ત્રણ દિવસની રિમાન્ડ પર મેળવી સઘન તપાસ હાથ ધરી છે.

રાજકોટ રેલવે સ્ટેશન પર ૧૫ દિવસ પહેલા બનેલી ઘટના: ચાલુ ટ્રેને એક ડઝનથી વધુ ચોરી કર્યાની કબુલાત : અઢી લાખનો મુદ્દામાલ કબ્જે

રેલવે પોલીસમાંથી મળતી માહિતી મુજબ મુંબઈ રહેતા વેપારી શબ્બીર મહમંદભાઈ વેજલાણી ગત તા.૧૭/૪ના રોજ રાજકોટ રેલવે સ્ટેશન પરથી પરિવાર સાથે મુંબઈ જવા માટે નિકળ્યા હતા ત્યારે ટ્રેનમાં બેસતી વખતે તેમના પત્નીનું ૧૦૦ ગ્રામની ૧૨ સોનાની બગડી, ૨૦ ગ્રામની ત્રણ વીંટી, નોકીયા મોબાઈલ ફોન અને ૮૦૦૦ની રોકડ સાથેનું પર્સ મળી ર,૦૩,૦૦૦ની માલમતા ગઠીયો ઉઠાવી ગયો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ચોરીની ઘટનામાં રેલવે પી.આઈ. દિગ્વીજયસિંહ રાણાને મળેલી ચોક્કસ બાતમી અને મોબાઈલ ફોનની ડીટેઈલના આધારે જામનગર રોડ સત્યમ શિવંમ સુંદરમ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા લેબર કોન્ટ્રાકટર જીતેન્દ્ર હરીભાઈ જોષી (ઉં.વ.૪૨) નામના વિપ્ર શખ્સની સંડોવણી હોવાનું ખુલતા તેની ધરપકડ કરી ર.૦૩ લાખના ચોરાઉ દાગીના, રોકડ, મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.

પોલીસે વિપ્ર શખ્સની ઘરની તલાસી લેતા તેમાંથી અન્ય ચોરીના ૧૦ મોબાઈલ ફોન, લેપટોપ, ચાર્જર, ડોંગલ, લેસર પેન, હાર્ડડીસ્ક, બે કોડાક કેમેરા, પેનડ્રાઈવ, ટ્રાવેલ એડેપ્ટર, જુદા જુદા મોબાઈલના આઠ ચાર્જર મળી આવતા કુલ ર,૪૪,૯૫૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. લેબર કોન્ટ્રાકરટનો વ્યવસાય બરોબર નહીં ચાલતા છ માસથી ચોરીના રવાડે ચડી ગયેલા વિપ્ર શખ્સ ટ્રેનમાં જનરલ ડબ્બાની ટીકીટ લઈ ચડી જતો હતો અને કોઈ મુસાફર સુઈ ગયા હોય તો તેમનો સામાન ઉઠાવી લેતો હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com