180X600.jpg
Jul 26,2016 03:44:05 PM IST
 

ભવ્ય શોભાયાત્રા નિકળી, આજે ૪૦૦ તપસ્વીના સમુહ પારણાં

May 04, 2013 00:41 Rajkot >
 
comment     E-Mail     Print    
 
Viewed: 489
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ તા.૩
તપસમ્રાટ પૂ.રતિલાલજી મ.સા. જન્મશતાબ્દી વર્ષના અનુસંધાને શહેરના ૪૦૦ વર્ષીતપ આરાધકોનો ભવ્ય પારણા મહોત્સવના અનુસંધાને આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આજે સવારે વિશાળ સાધુ ભગવંતો અને સતીવૃંદની ઉપસ્થિતિમાં જય જયના નાદ સાથે શોભાયાત્રા નીકળી એ સમયે સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું હતુ. આવતીકાલે શનિવારે સવારે ૭ કલાકે તપસ્વીઓના પારણાં મહોત્સવ યોજાશે.
  • પંજાબી બેન્ડ, મુમુક્ષુનાં રથ, કળશધારી બહેનો, ધર્મધ્વજ, તરણેતરની છત્રીધર રાસમંડળી જોડાયા

ગોંડલ ગચ્છ દિવાકર પૂ. ગિરીશચંદ્રજી મ.સા.ના મંગલાચરણ અને રાષ્ટ્રસંત યુગ દીવાકર પૂ. નમ્રમુનિ મ.સા.ના શ્રીમુખેથી માંગલિક શ્રવણ બાદ તપસમ્રાટ પૂ. રતીલાલજી મ.સા.ના ભાવદર્શન અને ભાવવંદના સાથે ભવ્ય ધર્મયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં વિશાળ સંખ્યામાં સતીવૃંદ, સ્થા. જૈન સંઘો, તપસ્વીઓ, શ્રેષ્ઠીઓ જોડાયા હતા. આ તકે પૂ. ગિરીશમુનિ મ.સા.એ જણાવ્યુ કે, નમ્રમુનિ મ.સા.એ આ મહોત્સવ દ્વારા રાજકોટને નવું સ્વરૃપ આપ્યુ છે. આ તકે પૂ.નમ્રમુનિએ જણાવ્યુ કે, સંતો પારણા નથી કરાવતાં, સંતો પ્રેરણા આપે છે. આ શોભાયાત્રામાં આકર્ષક રંગોળી, પંજાબી બેન્ડ, મુમુક્ષુઓના રથ, કળશધારી બહેનો, ધર્મધ્વજ, તરણેતરની છત્રીધર રાસમંડળી, લેજીમ ડાન્સ સહિતનું વિશેષ આકર્ષણ જામ્યુ હતુ.

આ તકે પૂ. હીરાબાઈ મ.સ., સોનલબાઈ મ.સ., ભદ્રાબાઈ આદિ સતીવૃંદ જોડાયા હતા. ત્યાર બાદ બપોરે તપસ્વીઓની આરાધના કળશ પચ્ચખાણ, ગૌતમ પ્રસાદ તથા સાંજે ભક્તામરયાત્રા તથા દીક્ષાર્થીઓ દ્વારા હૃદયાંજલિ નાટિકાનું મંચન કરવામાં આવ્યુ હતુ. આવતીકાલે શનિવારે સવારે ૭ કલાકે ૪૦૦ તપસ્વીઓના સમુહ પારણાં મહોત્સવ યોજાશે. જ્યારે રાત્રે ગુરૃભક્તિ તથા અનન્ય અવધૂત નાટિકાનું મંચન, રવિવારે કાર્યક્રમના અંતિમ દિને સવારે ૮-૩૦ કલાકે તપસ્વી સન્માન તિલકવિધિ, પ્રાગટય અવસર, પ્રવચનો, સંતોની ભાવઅભિવ્યક્તિ સહિતના કાર્યક્રમો યોજાશે.

 
Share This