180X600.jpg
Jun 30,2016 01:27:13 AM IST
 

કોંગ્રેસનાં વિરોધની અવગણી સ્ટે. કમિટીની બેઠકમાં કામોને મંજૂરી

May 04, 2013 00:45 Rajkot >
 
comment     E-Mail     Print    
 
Viewed: 418
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ તા. ૩
મહાપાલિકાની સ્ટે. કમિટીની બેઠકમાં આજે ર૦ દરખાસ્તો ફટાફટ મંજૂર કરવામાં આવી હતી. જો કે
, કાર્યવાહી દરમિયાન કેટલીક દરખાસ્તો અંગે કોંગ્રેસનાં સભ્યોએ ચર્ચાની માગણી કરી હતી. પરંતુ કોઈ પ્રકારની ચર્ચા વગર જ દરખાસ્તો મંજૂર કરી દેવામાં આવી હતી. એક તબક્કે કશ્યપ શુકલ અને વિરોધ પક્ષના ઉપ નેતા ગાયત્રીબા વચ્ચે શાબ્દિક ચકમક ઝરી ગઇ હતી. શાસકો ચર્ચાથી કેમ ગભરાય છે તેવો સવાલ કોંગ્રેસનાં વશરામ સાગઠિયાએ ઉઠાવ્યો હતો. જો કે, થોડી મિનિટોનાં આ દેકારા વચ્ચે સ્ટે. કમિટીની બેઠક આટોપી લેવામાં આવી હતી. બેઠક આટોપાવી લેનારા કશ્યપ શુકલ સામે પણ સાગઠિયાએ રોષની લાગણી વ્યક્ત કરી હતી.
  • સ્ટે. કમિટી પૂર્વે જ ભાજપ પાર્ટી સંકલનની બેઠકમાં તમામ નિર્ણયો લેવાતા હોવાના આક્ષેપો

દોઢસો ફૂટ રીંગ રોડ અને નાના મવા આવાસ યોજનાની બાજૂમાં ૧.૯૫ કરોડનાં ખર્ચે બનાવવામાં આવનાર ઇન્ફોર્મલ માર્કેટ અને કોમ્યુનિટિ સેન્ટરની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. ઘનશ્યામનગરમાં ડ્રેનેજ કામની ૫૫.૮૫ લાખનાં ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આ કામમાં ૬૫ ટકા ઓન મંજુર કરાયા હતા.

 ત્રણ કલાક લોકોને હસાવવાનો ખર્ચ રૃ. ૪ લાખ !

રાજકોટ : મહાપાલિકા દ્વારા ધુળેટીના તહેવારોમાં હિન્દી હાસ્ય કવિ સંમેલન યોજાયુ હતું. જે કાર્યક્રમ ત્રણ કલાક સુધી ચાલ્યો હતો. તેમાં ૧૫ હજાર લોકો એકત્રિત થયા હતા. હિન્દી હાસ્ય કવિ સંમેલનમાં ત્રણ કલાક માટે ૧૫ હજાર લોકોને હસાવવાનો ખર્ચ રૃ. ૪ લાખ થયો હતો. જે મંજુર કરાયો હતો. આ ઉપરાંત ગોંડલ રોડના ઓવર બ્રિજના લોકાપર્ણ માટેનો ખર્ચ રૃ. ૯ લાખ પણ મંજુર કરવામાં આવ્યો હતો. જુદા જુદા ત્રણ કાર્યક્રમમાં ફુલહાર અને બૂકે (ગુલદસ્તા) પાછળ કોર્પો.એ રૃ. સવા લાખનું આંધણ કર્યુ હતુ . જુદા જુદા ત્રણ કાર્યક્રમ પાછળ રૃ. ૧૫ લાખના ખર્ચને બહાલી અપાઇ હતી.

 લોકાપર્ણ ખર્ચને બદલે છેવાડાના લોકોને ટેન્કરથી પાણી આપો

રાજકોટ : કોર્પો.ના વિરોધ પક્ષના નેતા અતુલ રાજાણીએ જણાવ્યુ હતુ કે, લોકાપર્ણ પાછળ રૃ. ૯ લાખનો ખર્ચ કરવામાં આવ્યો તેના કરતાં છેવાડાના વિસ્તારના લોકોને ટેન્કરથી પાણી પુરૃ પાડવામાં આવો ખર્ચ વ્યાજબી ગણાય. વિવિધ કાર્યક્રમોના ખર્ચની સ્ટેન્ડીંગ કમિટીએ બહુમતિના જોરે મંજુર કરવી કરેલી દરખાસ્તને વહીવટી મંજુરી નહીં આપવા માંગણી કરી છે. અગાઉ ખર્ચ પેટે નાણાં ચૂકવી દીધા બાદ બિલ મંજુર કરવા મોકલવામાં આવે છે તે પ્રણાલી રદ કરવી જોઇએ. તેવી લેખિત રજુઆત મ્યુ. કમિશનરને કરી હતી. રેલનગર બ્રિજનો પ્રોજેકટ અટકી પડયો છે અને બીજી તરફ ગોંડલ રોડના ઓવરબ્રિજનાં લોકાર્પણ પાછળ પ્રજાના નાણાનો ધૂમાડો કરાયો છે.

        
 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com