Jul 23,2014 11:15:31 AM IST
Breaking News અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં હિટ એન્ડ રન કેસ: સગીર કાર ચાલકે 8 લોકોને કચડી નાખ્યા, 3 ના મોત
 

આઇટીની ટેક્સ ક્રેડિટ મંજૂર કરવા સહિતની મુશ્કેલીઓ દૂર કરવા માંગણી

May 04, 2013 00:59 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 338
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૩

ઇન્કમટેક્સ ભરતા કરદાતાઓની ટેક્સ ક્રેડિટ મંજૂર કરવા સહિની મુશ્કેલીઓનો વધારો થઇ રહ્યો છે. બેંગ્લોર ખાતેના સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર ખાતેથી વ્યાજના ખોટા ચાર્જ, પેન્ડિગ કેસોની ભૂલ સુધારવાની અરજીઓ, રિફંડ સમયસર ન મળવા, આઉટ સ્ટેન્ડિંગ ડિમાન્ડ સહિતના પ્રશ્નોનો ઝડપથી નિકાલ લાવવો જોઇએ તેવી માંગણી રિજિયોનલ ડાયરેક્ટ ટેક્સ એડવાઇઝરી કમિટીની બેઠક થઇ હતી.આજે આયકર ભવન ખાતે યોજાયેલી આ બેઠકમાં ચીફ કમિશનર રાજીવલાલે ખાત્રી આપી હતી કે, કરદાતાઓની મુશ્કેલીઓ દૂર કરવા માટે તેઓ બેંગ્લોર સીપીસીના ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરશે.

  • રિફંડ જમા થવામાં ઘણો સમય જાય છે

વડોદરા વિભાગમાંથી ગત નાણાંકીય વર્ષમાં રૂ.૪૬૧૦ કરોડનો ટેક્સ વસૂલાયો છે. જે ૨૦૧૧-૧૨ના વર્ષ કરતાં ૧૨ ટકા વધુ વસૂલાત છે. ૧૧-૧૨ના ૧.૧૦ લાખ પેન્ડિગ રીટર્ન ગત વર્ષે પ્રોસેસ કરાયા હતા. જ્યારે ૨૦૧૨-૧૩ના ૨.૨૫ લાખ રિટર્નમાંથી ૧.૦૫ લાખ રિટર્ન પ્રોસેસ થયા છે. બાકીના રિટર્ન જુન માસ સુધીમાં પ્રોસેસ કરી દેવામાં આવશે. ગત વર્ષે ૫૩૯૭ ગ્રીવન્સ અરજીઓ મળી છે અને મોટા ભાગનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. આ બેઠકમાં હેમંત શાહ, કલ્પેશ શાહ, હિમાંશુ વાઘેલા, પ્રો.અમીતા કાંટાવાલા, અનુરાગ ભાર્ગવે હાજરી આપી હતી. જ્યારે ઇન્કમટેક્સના ઉચ્ચ અધિકારીઓ એસ.આર.મલિક, શ્યામ કુમાર, આર.એન.પરબત, આર.કે.સિંહા, ભુપેન્દ્રસિંહ, યુ.બી. મિશ્રા વગેરેએ હાજરી આપી હતી. જ્યારે સુભાનપુરામાં ઇન્કમટેકસ વિભાગ રૂ.૧૧૦ કરોડના ખર્ચે ૧૦ માળનું અદ્યતન આયકર ભવન તૈયાર કરનાર છે, જે ૨ વર્ષમાં જ તૈયાર થઇ જશે. હેમંતશાહે ઇન્કમટેક્સ વિભાગ દ્રારા કરદાતાઓમાં વધુ જાગૃતિ લાવવા માટે એફજીઆઇ સહિતની સંસ્થાઓ સાથે મળીને સંયુક્ત કાર્યક્રમો કરવા માટે કરેલી રજૂઆતને પણ માન્ય રાખવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં રિજીયોનલ ડાયરેક્ટ ટેક્સ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com