Jul 30,2014 04:36:55 PM IST
Breaking News 2002 રમખાણ મામલો: ગુજરાતનાં ભૂતપૂર્વ પ્રધાન અને રમખાણોનાં આરોપી માયા કોડનાનીને મળ્યાં જામીન, ગુજરાત હાઈકોર્ટે તેમની બિમારીને કારણે આપ્યાં જામીન
 

નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે આખરે હાઈકોર્ટમાં પીટિશન ફાઈલ કરાઈ

May 04, 2013 01:20 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 351
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ તા.૩

શહેરના શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવનારા નિર્મલા કોન્વેન્ટ શાળાના ફી વધારા પ્રકરણમાં વાલીમંડળ દ્વારા શાળાની મનસ્વી નીતિરીતિઓ સામે આખરે હાઈકોર્ટમાં પીટિશન ફાઈલ કરવામાં આવી છે. આ સાથે જ શાળાને વારંવાર માત્ર નોટિસ આપવા છતાં, પગલાં નહિં લેનારા જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણ નિયામક, માધ્યમિક શિક્ષણ બોર્ડ, રાજ્ય સરકાર તમામ સામે આ પીટિશનમાં ફરિયાદ કરવામાં આવી હોવાને વાલીમંડળ જણાવે છે.

  • રાજ્ય સરકાર, ડીઈઓ, પ્રાથમિક શિક્ષણ નિયામક સહિતને નોટિસ ઈસ્યુ કરાઈ

કેન્દ્રીય શિક્ષણ બોર્ડના નામે મનસ્વી ફી વધારો લાગૂ કરનારી શહેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તા.૨જી મે સુધીની મુદ્દત આપવામાં આવી હોવા છતાં, શાળા દ્વારા ફીની રકમમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. ઉલ્ટા, હજૂ પણ શાળા સંચાલકો વાલીઓમાં ભંગાણ પડાવવાના ત્રાંગા કરી રહ્યુ છે, ત્યારે આજે ફી વધારા મુદ્દે લડત ચલાવતાં વાલીમંડળના જણાવ્યા અનુસાર, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે હાઈકોર્ટ સમક્ષ કેસ મૂકવામાં આવતાં, હાઈકોર્ટે કેસ સ્વીકારી, સંબંધિતોને નોટિસ ઈસ્યૂ કરી હોવાનું જાણવા મળે છે. વાલીમંડળના જણાવ્યા અનુસાર, નિર્મલા સ્કૂલ સામે સ્થાનિક ડીઈઓ, પ્રાથમિક શિક્ષણ નિયામક, માધ્યમિક શિક્ષણ બોર્ડ, રાજ્ય સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં, શાળાને માત્ર નોટિસો જ ફટકારવામાં આવી છે, પરંતુ કોઈ નક્કર પગલાં નહિં લેવાના કારણે આ તમામના નામો પણ શાળાની સાથે પીટિશનમાં જોડવામાં આવ્યા છે. દરમિયાન, હાઈકોર્ટ દ્વારા બે દિવસ પૂર્વે કેસ સ્વીકારી લીધો છે. જો કે, આગામી તા.૧૦ મેથી ૧૦ જુન સુધી હાઈકોર્ટમાં વેકેશન હોવાના કારણે ત્યાર બાદ આ કેસની સુનાવણી થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.


હજૂ અમને કોઈ નોટિસ મળી નથી : ડીઈઓ

રાજકોટ
: નિર્મલા સ્કૂલના ફી વધારા મુદ્દે લડત ચલાવતાં વાલીમંડળના છ સદસ્યો દ્વારા શાળા સહિત ડીઈઓ, પ્રાથમિક શિક્ષણ નિયામક એમ કુલ છ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેના અનુસંધાને હાઈકોર્ટ દ્વારા નોટિસ ઈસ્યૂ કરાયાનું જાણવા મળે છે. દરમિયાન, ઈનચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી ચેતનાબેન વ્યાસનો સંપર્ક કરતાં, તેમણે હજૂ સુધી નોટિસ ન મળ્યાનું જણાવ્યુ હતુ.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com