Jul 31,2014 09:00:43 PM IST
 

રાજકોટનાં પાણી પ્રશ્ને કોંગ્રેસ દ્વારા ૮મીએ મહારેલી યોજાશે

May 04, 2013 01:21 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 317
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ તા. ૩

રાજકોટમાં વકરતી જતી જળસમસ્યાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા તા.૮મી મે ના રોજ શહેરમાં વિશાળ રેલી આયોજિત કરવામાં આવી છે..

  • અમદાવાદ, વડોદરા, સુરતમાં રોજ એક કલાક પાણી, રાજકોટમાં એકાંતરા માત્ર ૨૦ મિનિટ !

શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન તેમજ પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી કાશ્મીરાબેન નથવાણી વિપક્ષના નેતા અતુલ રાજાણી, નાથાભાઈ કયાડા સહિતના આગેવાનોએ ભાજપના શાસન અને કાર્યપદ્ધતિની આલોચના કરતા જણાવ્યુ છે કે, આ સાલ વરસાદ ઓછો હોવાથી ડેમોના તળિયા ખાલી થઈ ગયા છે. લોકોને ભ્રમમાં નાખવા માટે એવી જાહેરાત થઈ હતી કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૧૫૭ ડેમો રાતોરાત નર્મદાના નીરથી છલકાવી દેવામાં આવશે, જે બન્યુ નથી. મુખ્યમંત્રીએ રાજકોટના ઢેબર ચોકમાં એક સભામાં ર૦૦રની સાલમા શહેરને પાણી પાણી કરી દેવામાં આવશે. એવી જાહેરાત કરી હતી. વળી, ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણી વેળા એમ કહેવાયુ હતુ કે, પાણીની સમસ્યા રાજકોટવાસીઓ માટે ભૂતકાળ બની જશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર લીલુ છમ થઈ જશે. એ પણ બન્યુ નથી. હાલ, રાજકોટને એકાંતરા માત્ર ૨૦ મિનિટ જ પાણી મળે છે. રાજકોટનાં શહેરીજનો અન્ય નગરોની સરખામણીમાં ડબલ કરવેરા ભરે છે. આથી, રાજકોટને અમદાવાદ, વડોદરા, સુરતની જેમ એક કલાક શુદ્ધ પાણી મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. સ્થાનિક પ્રજાને એક વર્ષનો પાણી વેરો પરત આપવો જોઈએ. શહેરને કલોરીનેશનવાળુ પાણી મળે એનો ખાસ પ્રબંધ કરવો જોઈએ. અને શહેરીઓને પાણી જન્ય રોગચાળા અને અન્ય રોગચાળાથી મુકત કરાવવું જોઈએ આ બધા પ્રશ્નોને ઉજાગર કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૃના વડપણ હેઠળ તા.૮મીએ સવારે દશ કલાકે ત્રિકોણબાગથી રેલી પ્રસ્થાન થશે. જેમાં વોર્ડ નબર ૧ થી ૨૩ ના નગરજનો જોડાશે. આ રેલી મહાપાલિકા કચેરીએ જશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com