180X600.jpg
May 26,2016 07:57:18 PM IST
 

મહાપ્રભુજીના પ્રાગટયોત્સવ નિમિત્તે કાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

May 04, 2013 01:22 Rajkot >
 
comment     E-Mail     Print    
 
Viewed: 765
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ તા.૩

૧૬મી સદીમાં જગતને પ્રેમલક્ષણા ભક્તિનો સંદેશો આપનાર અને પુષ્ટિમાર્ગની સ્થાપના કરીને વૈષ્ણવસમાજને બ્રહ્મસંબંધની દીક્ષા દ્વારા ભાવ-પોષણ અને ભક્તિના માર્ગે દોરી જનારા મહાપ્રભુજીના ૫૩૬મા પ્રાગટયોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ લક્ષ્મીવાડી હવેલીના વૃજેશકુમારજી તથા અક્ષયકુમારજી સાન્નિધ્યમાં ચાલી રહી છે. આ તકે બે દિવસના વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

  • આજે રાત્રે દરબારગઢ ખાતે ભક્તિસંગીત, રાસ અને નૃત્ય સહિતના આયોજનો

જે અંતર્ગત આવતીકાલે શનિવારે રાત્રે ૯ કલાકે દરબારગઢ ખાતે સંગીતસંધ્યા, રાસ, નૃત્યનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તકે વૈષ્ણ પરિવારના બાળકો દ્વારા ૮૪ વૈષ્ણવોની વાર્તા-પ્રેરક પ્રસંગો-વેશભૂષા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. રવિવારે સવારે સાત સ્વરુ     પ હવેલી, પરાબજારની સમિતિ દ્વારા ગૌ સેવા, જીવદયા અને માનવસેવાના કાર્યક્રમો અંતર્ગત ગાયોને લાડૂ-લાપસી, લીલો-સૂકો ચારો, કિડીયારુ પૂરવું, શ્વાનોને દૂધ-રોટલા, માછલાંને આટો, ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં જરુરિયાતમંદોને શીરો, નાસ્તો, ફ્રૂટ, બિસ્કિટ સહિતની સામગ્રીઓનું વિતરણ તથા વૃદ્ધાશ્રમો, અંધ-અપંગો, અનાથાલયોમાં સહાય કરવામાં આવશે. જ્યારે સાંજે લક્ષ્મીવાડી હવેલી ખાતેથી શ્વેતવસ્ત્રોધારી અને કેસરી ખેસધારી ભાઈઓ તથા શુકનવંતા વસ્ત્રો પહેરેલી અને કળશધારી બહેનો સાથેની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ શોભાયાત્રામાં બેછડીદાર ઘોડેસવાર, ૫૧ સાફાધારી સ્કૂટરસવાર યુવકો, બેન્ડવાજા, વિવિધ બાળસ્વરુ     પોનના દર્શન સાથે મહાપ્રભુજીના સ્વરુ પને ચાંદીની ડોલીમાં પધરાવીને ઘોડા-બગ્ગીઓ સાથેની શોભાયાત્રા નિકળશે. લક્ષ્મીવાડી હવેલીએથી નિકળીને આ શોભાયાત્રા કેનાલ રોડ, ગુંદાવાડી, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ, બાપુના બાવલાપાસે થઈને ત્રિકોણ બાગ, ગેસ્ફોર્ડ ટોકીઝ પાસે રાજકુંવરબા લેડિઝ ક્લબ ખાતે પહોંચશે. જ્યાં વિશાળ ધર્મસભાનું આયોજન કરાયું છે. શોભાયાત્રાના પર ઠેરઠેર સ્વાગત, સન્માન, મહાપ્રભુજીને માલ્યાર્પણ, આરતી, પુષ્ણવૃષ્ટિ સહિતના કાર્યક્રમો યોજાશે. આ તમામ કાર્યક્રમોમાં વૈષ્ણવજનોને ઉપસ્થિત રહેવા વિનુભાઈ ડેલાવાળા, અરવિંદભાઈ પાટડિયા, માધવભાઈ ફિચડિયા, ગુણવંતભાઈ ડેલાવાળા સહિતનાએ અપીલ કરી છે.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com