Sep 01,2014 07:07:58 PM IST
 

એશિયન રેન્કિંગ :ઝીલ દેસાઈને ડબલ ટાઇટલ

May 04, 2013 11:44 Sports
 
Tags:   Zeel Desai Tennis Tournament comment     E-Mail     Print    
 
Viewed: 1950
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, 4 મે

અમદાવાદની પ્રતિભાશાળી ટેનિસ પ્લેયર ઝીલ દેસાઈ પ્રભાવશાળી દેખાવ જારી રાખતાં એશિયન રેન્કિંગ ટેનિસ ટૂર્નામેન્ટ અંડર-૧૪ વયજૂથમાં સિંગલ્સ અને ડબલ્સ એમ બંને ટાઇટલ જીતી લીધાં છે. પૂણે ખાતે યોજાઈ રહેલી આ ચેમ્પિયનશિપની સિંગલ્સની ફાઇનલમાં ઝીલે મહારાષ્ટ્રની પરીન શિવેકર સામે ૬-૪, ૬-૩થી વિજય મેળવ્યો હતો. ડબલ્સમાં જમ્મુની પ્રિંકલસિંહ સાથે જોડી બનાવીને ઊતરેલી ઝીલે ફાઇનલમાં સમા સાત્વિકા-શિવાની ઇંગ્લે સામે ૬-૭, ૬-૩, ૧૦-૭થી વિજય મેળવ્યો હતો. આ વિજય સાથે જ ઝીલ દેસાઈ એશિયન રેન્કિંગમાં ટોપ-૨૦માં આવી ગઇ છે.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com