May 30,2015 09:43:58 AM IST
 

વોલ્ટ ડિઝની પાકિસ્તાન-બાંગ્લાદેશમાંથી બહાર નીકળી જશે

May 04, 2013 12:02
 
Tags:   Bangladesh Building People Kill akistan Disney world Walt Disney comment     E-Mail     Print    
 
Viewed: 2407
Rate: 3.3
Rating:
Bookmark The Article

વોશિંગ્ટન, તા. 4

વોલ્ટ ડિઝની કંપનીએ પોતાના અપૂરતા પુરવઠાનું કારણ આગળ ધરતાં આગામી વર્ષના એપ્રિલ મહિનાથી પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી બહાર નીકળી જવાના નિર્ણયની જાહેરાત કરી છે. આ નિર્ણય બાંગ્લાદેશમાં ગત સપ્તાહે ઇમારત ધસી પડતાં ૪૦૦ લોકોનાં મોત થયાં હતાં અને ૨,૫૦૦ લોકો ઘાયલ થયાં હતાં તે પહેલાં જ લેવામાં આવ્યો હતો. ડિઝનીનો આ નિર્ણય બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ગત નવેમ્બર મહિનામાં ટારઝન ફેશન સ્ટ્રીટમાં લાગેલી આગમાં ૧૧૨ લોકો માર્યા ગયાં હતાં અને પાકિસ્તાનમાં સપ્ટેમ્બર મહિનામાં ગારમેન્ટની કંપનીમાં લાગેલી આગમાં ૬૨ લોકો માર્યા ગયાં હતાં તે બનાવથી પ્રેરિત હતો.

આ નિર્ણયથી પાકિસ્તાન અને બાંગ્લાદેશની ગારમેન્ટ ફેક્ટરીની નિકાસને મોટો ફટકો પડશે. ડિઝનીનું ઇક્વાડોર, વેનેઝુએલા અને બેલારૃસમાં પણ ઉત્પાદન ઠપ્પ કરી દેવામાં આવશે. ડિઝનીના કન્ઝ્યુમર પ્રેસિડેન્ટ બોબ ચેપકે કહ્યું કે, 'આ નિર્ણય ખૂબ જ સમજીવિચારીને લેવામાં આવ્યો છે. પુરવઠાના પડકારોને પહોંચી વળવા અમારી પાસે બીજો કોઈ જ વિકલ્પ નહોતો.' વર્લ્ડ બેન્કના એક રિપોર્ટમાં એમ જણાવ્યું છેે કે કઈ રીતે આ દેશો ભ્રષ્ટાચાર અને હિંસાથી સંચાલિત છે. આ નિર્ણય આ રિપોર્ટથી પણ પ્રેરિત હતો.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com