Jul 23,2014 02:48:39 PM IST
 

એકતા કપૂરના ઘરે રેડ : લોકોએ ટ્વિટર પર ખૂબ મજાક ઉડાવી, વાંચો

May 04, 2013 12:32 Entertainment > Bollywood News
 
Tags:   Ekta Kapoor Tushar Kapoor Jitendra Bollywood Twitter Income Tax IT comment     E-Mail     Print    
 
Viewed: 15135
Rate: 4.6
Rating:
Bookmark The Article

મુંબઈ, 4 મે

એકતા કપૂરના ઘરે મારેલ છાપામાં 30 કરોડની ચોરી પકડાઈ છે. ગત્ દિવસોમાં ઈન્કમટેક્ષ વિભાગે એકતા કપૂરના ઘરે અને બાલાજી એન્ટરટેઈનમેન્ટ કાર્યાલય પર છાપો માર્યો હતો. આઈટી વિભાગના સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે 30 કરોડની ટેક્સ ચોરી પકડાઈ છે.  એકતા કપૂર આ રકમ ભરવા માટે તૈયાર પણ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે આઈટી વિભાગે મંગળવારે એકતા ઉપરાંત તેના પિતા જીતેન્દ્ર અને તૃષાર કપૂરના ઘરે પણ છાપો માર્યો હતો. આ રેડમાં લગભગ 100 આઈટી ઓફિસર્સ સામેલ હતાં. એકતા કપૂરની કંપની બાલાજી ટેલિફિલ્મ્સના અંધેરી અને લિકિંગ રોડ પરના કાર્યાલય પર છાપો માર્યો હતો. કંપનીમાં ઉંચી પોસ્ટ પર કામ કરતાં ઓફિસર્સના જૂહુ ખાતેનાં ઘર પર પણ રેડ પાડવામાં આવી હતી.

ફોન પર મળી રહી છે ધમકીઓ

ઈન્કમટેક્ષ વિભાગના છાપામારી બાદ એકતા કપૂર માટે નવી પરેશાની ઉભી થઈ છે. પોતાની ફિલ્મ 'શુટઆઉટ એટ વડાલા' માટે તેને ફોન પર ધમકીઓ મળી રહી છે. ફોન પર તેને આ ફિલ્મની રિલીઝ રોકવા માટે ધમકી મળી રહી છે.

એકતા કપૂરની ટ્વિટર પર મજાક થઈ

  • એકતાએ 30 કરોડ રૂપિયાની રકમ ગ્લિસરીન ખરીદવા માટે બચાવી હતી, કેમ કે તે પોતાની સિરીયલ્સની વહૂઓને રોવડાવી શકે - શરારા
  • બાલાજી ટેલિફિલ્મસે 30 કરોડની ટેક્સ ચોરી કરી , કહાની એકતા કી - કેયૂર શાહ
  • હું એકતા કપૂરની સિરીયલ્સ લાઈફ ઈચ્છું છું, જેમાં મરેલા લોકો ગમે ત્યારે પાછા આવી જાય છે અને બીજા દિવસે ઈન્કમટેક્ષની રેડ પડી જાય છે - તાનિયા
  • એકતા કપૂરના ઘરે છાપો માર્યો તેમાં 10 બોટલ ગ્લિસરીન, એક રામ કપૂર અને 'એક થી ડાયન' ની 5 કરોડની ટિકીટો મળી આવી છે - કમાલ ખાન
  • સીબીઆઈ-એફબીઆઈ બાદ આઈટીનાં લોકો એ શોધવાની કોશિશ કરી રહ્યાં છે કે 'આખિર તૃષાર કા ટેલેન્ટ કહાં છીપા હુઆં હૈ' - એન્ગ્રી બોમ્બે ગર્લ
  • એકતા કપૂરના ઘરે પડેલ છાપા બાદ 'ક્યોંકી સાંસ ભી કભી બહૂ થી' ની બા પણ તેમના સંદૂકમાંથી જીવતી નીકળી છે - ઝુનઝુનવાલા
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com