Jun 30,2015 06:10:36 PM IST
 

પવન બંસલે પીએમને રાજીનામું ધર્યું, ભાણાને પ્રમોશન માટે 2 કરોડ અપાયા : CBI

May 04, 2013 12:38
 
Tags:   Pavan Kumar Bansal Vijay Singla Mukesh Kumar Railway Minister CBI Nephew Corruption comment     E-Mail     Print    
 
Viewed: 7749
Rate: 3.0
Rating:
Bookmark The Article

 નવી દિલ્હી 04, મે

રેલ્વે કટકી કાંડની તપાસ કરી રહેલ સીબીઆઈએ કોર્ટમાં કહ્યું કે પ્રમોશન માટે મહેસ કુમારે 2 કરોડ રૂપિયા વિજય સિંગલાને પહેલા જ આપ્યા હતા. આ પહેલા એવા સમાચાર હતા કે ઘૂસ રૂપે 90 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતા.

રેલ્વે કટકી કાંડમાં પોતાના ભાણાની ધરપકડ થયા બાદ શંકાના ઘેરામાં આવેલ રેલ્વેમંત્રી પવન બંસલે પોતાના પદેથી રાજીનામું આપવાની રજુઆત કરી દીધી છે. બંસલે બપોરે લગભગ એક વાગે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી અને રાજીનામાની રજુઆત કરી. તેમના રાજીનામા અંગે હજુ મનમોહન સિંહ તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

રેલ્વે ઘૂસ કાંડ મામલામાં રેલ્વે મંત્રી પવન બંસલે સફાઈ આપતા કહ્યું કે, ઘૂસકાંડમાં પકડવામાં આવે્લ મારા ભાણા વિજય સિંગલા મારો સબંધી જરૂર છે પરંતુ તેની સાથે મારે કોઈ કારોબારી સબંધ નથી. બંસલના જણાવ્યાં પ્રમાણે મારા ઓફિસના કામકાજમાં મારા કોઈ સગાસબંધીની દખલ અંદાજી રહેતી નથી. બંસલના કહેવા પ્રમાણે તેમને આ મામલે કોઈ લેવા-દેવા નથી.

ઉલ્લેખનીય છે કે, રેલ્વે મંત્રી પવન કુમાર બંસલના ભાણા વિજય સિંગલાની ઘૂસ લેવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. મુંબઈથી રેલ્વે બોર્ડના સભ્ય મહેશ કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બધાની ધરપકડ સીબીઆઈએ કરી છે. સિંગલા પર મહેશ કુમાર પાસેથી પ્રમોશન માટે 90 લાખ રૂપિયા ઘૂસ લેવાનો આરોપ છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com