May 26,2015 03:04:20 PM IST
 

લાદેનનું 'ભૂત' પાડોશીઓને હેરાન કરી રહ્યું છે

May 04, 2013 12:48
 
Tags:   Sunny Leone Bollywood Pakistan Osama Bin laden Neighbour Haunted comment     E-Mail     Print    
 
Viewed: 6426
Rate: 2.4
Rating:
Bookmark The Article

ઇસ્લામાબાદ, તા. 4

અમેરિકાએ બે વર્ષ પહેલાં અલ કાયદાના મુખિયા ઓસામા બિન લાદેનને એબટાબાદમાં જ ઠાર કરી દીધો હતો, પરંતુ એબટાબાદમાં રહેતા ઓસામાના પાડોશીઓ હજી સુધી તેની કિંમત ચૂકવી રહ્યાં છે. ઓસામાના પાડોશીઓ આ ઘટના અંગે હવે જાહેરમાં કોઈ વર્ણન કરવા માગતાં નથી. ૨૦૧૧માં બીજી મેએ અમેરિકાના નેવી સીલ કમાન્ડોએ એબટાબાદમાં ઓસામાને ઠાર માર્યો હતો.

એબટાબાદમાં રહેતા ઓસામાના એક પાડોશી ૧૯ વર્ષના સમીઉલ્લાહ કહે છે કે, તેણે ઓસામા વિશે જાણવા માગતા પત્રકારો અને અન્ય લોકોને ઇન્ટરવ્યૂ આપ્યા છે. મીડિયા અમને લાદેન વિશે સતત એક જ સવાલ પૂછે છે પણ અમે લાદેનને ક્યારેય જોયો નથી. અમારું રોજિંદું જીવન પ્રભાવિત થઈ રહ્યું છે.'

ઓસામાના વધુ એક પાડોશી ૮૪ વર્ષના જેન મોહમ્મદ કહે છે કે, લાદેનની હત્યા થઈ ત્યાર બાદથી અમે ખૂબ જ ખરાબ અનુભવમાંથી પસાર થઈ રહ્યા છીએ. લાદેનની હત્યા બાદ ત્રણ પડોશીઓ સાથે મારી અને મારા પુત્રની ૧૭ દિવસ સુધી ધરપકડ કરવામાં આવી હતી, તે અમારા જીવનનો સૌથી ખરાબ સમય હતો.' જોકે આ વિસ્તારમાં મોટા ભાગનાં લોકો ઓસામા વિશે કંઈ નથી જાણતા અને તેના વિશે વાત કરવાનું પણ ટાળતાં હોય છે. એક નિવૃત્ત શિક્ષક મોહમ્મદ લતીફ કહે છે કે, 'હું જાણુ છું કે લાદેન એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીનો માલિક હતો અને મુસલમાનોનેે તેની પ્રત્યે ઘણી લાગણી હતી.'

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com