Jul 31,2014 12:42:01 AM IST
 

ભારતીય આઈટી કંપનીઓના એચ-વન બી વિઝા ક્વોટા વણવપરાયેલા

May 04, 2013 13:01 NRI > US
 
Tags:   US Visa America Company IT Company H1B Visa comment     E-Mail     Print    
 
Viewed: 4492
Rate: 4.0
Rating:
Bookmark The Article

વોશિંગ્ટન, તા. ૩

અમેરિકાના કેટલાક સાંસદો એવો આક્ષેપ કરી રહ્યા છે કે ભારતના આઈટી પ્રોફેશનલ્સ અમેરિકામાં જોબ્સ આંચકી લે છે તેવા દાવાને તાજેતરમાં એક અભ્યાસનાં તારણે ખોટો ઠરાવ્યો છે. આ અભ્યાસ એવો નિર્દેશ કરે છે કે ભારતીય આઈટી કંપનીઓને ફાળવવામાં આવેલો એચ-વન બી વિઝાનો ક્વોટા મોટાભાગે વણપુરાયેલો જ રહે છે અને કેટલીક બેઠકો ખાલી રહે છે. આ ક્વાટો પૂરેપૂરો ભરાયો હોય તેવા કિસ્સા ઘણા ઓછા છે. યુએસ થિન્કટેન્ક દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમાં એવું જણાવાયું છે કે યુએસ સાંસદોની આવી ખોટી માન્યતાથી વિપરીત ભારતીય આઈટી પ્રોફેશનલ્સ ત્યાં નવી જોબ્સનું સર્જન કરવામાં મદદરૂપ પુરવાર થાય છે.

યુએસનાં જોબમાર્કેટને ભારતીય આઈટી પ્રોફેશનલ્સ આંચકી લે છે તેવા દાવા ખોટા

નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીનો અભ્યાસ એવું જણાવે છે કે સામાન્ય સમજથી વિપરીત ભારતીય કંપનીઓ તેમને ફાળવેલા એચ-વન બી ક્વોટાનો પૂરેપૂરો ઉપયોગ કરી શકતી જ નથી.

૨૦૦૬થી ૨૦૧૧નાં નાણાકીયવર્ષ દરમિયાન ભારતની ટોચની ૨૫ કંપનીઓએ પ્રારંભિક નોકરી માટે મંજૂર કરવામાં આવેલા એચ-વન બી વિઝાનો ફક્ત ૬ ટકાથી ૧૫ ટકા વચ્ચેના રેશિયોમાં જ ઉપયોગ કર્યો હતો જ્યારે ૨૦૧૨માં ૧૯.૯ ટકા ક્વોટાનો ઉપયોગ કરાયો હતો.

૨૦૧૨નાં નાણાકીયવર્ષમાં ૨૫ ભારતીય કંપનીઓના ૨૬,૮૬૫ નવા એચ-વન બી વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા જે અમેરિકાના લેબર ફોર્સના માત્ર ૦.૦૧૭ ટકા હતા. આમાંની મોટાભાગની કંપનીઓએ જોબ્સમાર્કેટમાં સહાય કરવા યુએસ કંપનીઓ સાથે કરાર કર્યા હતા.

રિપોર્ટ તૈયાર કરનાર સ્ટુઅર્ટ એન્ડરસને જણાવ્યું હતું કે એચ-વન બી વિઝાનો ઉપયોગ નિયંત્રિત કરવા માટેનાં પગલાં એવું સૂચવે છે કે તે યોગ્ય પુરાવાને આધારે લેવાયાં નથી. ખોટી માન્યતાને કારણે વધુને વધુ જોબ્સનું અમેરિકાની બહાર આઉટર્સોિંસગ વધ્યું હતું.

એચ-વન બી વિઝાધારકો અમેરિકાના કર્મચારીઓ અને યુએસ ઇકોનોમીને નુકસાન પહોંચાડવાને બદલે અમેરિકાની ઉત્પાદકતામાં ૧૦થી ૨૫ ટકા હિસ્સો નોંધાવતા હતા. ખાસ કરીને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ તેમજ મેથ્સનો ઉચ્ચ અભ્યાસ કરનારાઓને એચ-વન બી વિઝા આપવામાં આવે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com