180X600.jpg
Jul 28,2016 03:59:53 PM IST
 

જાણો - કર્ણાટક વિધાનસભા : ચાર વચ્ચે ચૂંટણી

May 04, 2013 14:04
 
Karnataka,Election,BJP,Congress,Karnataka Election Tags:   Karnataka Election BJP Congress Karnataka Election comment     E-Mail     Print    
 
Viewed: 4549
Rate: 2.0
Rating:
Bookmark The Article

બેંગ્લોર 04, મે

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે પાંચમી મેએ મતદાન થશે, રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારો માટે પુરજોશમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે, જોકે આ ચૂંટણી થોડી અલગ છે, કારણ કે આ વખતે ચૂંટણીજંગ ત્રણ નહિ પણ ચાર પક્ષો વચ્ચે છે. ચૂંટણી અખાડામાં ભાજપ, કોંગ્રેસ, જેડીએસની સાથે સાથે કર્ણાટક જનતા પાર્ટી(કેજેપી) પણ તેનું નસીબ અજમાવી રહી છે.

દક્ષિણ ભારતમાં ભાજપનો ઉદય

કર્ણાટકમાં ૨૦૦૮ની વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે કોઈનેય અંદાજ નહોતો કે દક્ષિણ ભારતમાં કમળ ખીલશે. ચૂંટણી પરિણામો આવ્યાં તો ભાજપ ૧૧૦ બેઠક પર વિજયી બની હતી. આ જીતના મુખ્ય સૂત્રધાર બી. એસ. યેદીયુરપ્પા હતા. દિલ્હીથી લઈ કર્ણાટકમાં ભાજપ યેદીયુરપ્પાના ગુણગાન ગાઈ રહ્યો હતો. કર્ણાટકમાં એક સમયે ભાજપનું ઓપરેશન લોટસ શરૂ થઈ ગયું હતું અને બીજા પક્ષોના ધારાસભ્યોને પોતાનામાં સામેલ કરવા નાણાંનો ભરપૂર ઉપયોગ કરાયો હતો પણ ધીમે ધીમે ભાજપ હાઈકમાન્ડ દ્વારા અવહેલના થતાં અસંતુષ્ટ યેદીયુરપ્પા કેજેપીમાં જોડાઈ ગયા.

રેડ્ડીબંધુ ઇફેક્ટ

કર્ણાટકમાં હાલ ચૂંટણીપ્રચાર દરમિયાન એવા આરોપો લગાવાઈ રહ્યા છે કે, કર્ણાટકમાં ભાજપ પૈસાના બળે સત્તામાં આવી હતી અને આ પૈસો બેલ્લારીના રેડ્ડીબંધુઓનો છે. ભાજપે સત્તામાં આવ્યા બાદ માઇનિંગ કંપનીને છૂટો દોર આપી દીધો હતો. હાલ પરિસ્થિતિ એ છે કે, સાઉથમાં ભાજપને સત્તા પર લાવનારા યેદીયુરપ્પા આ વખતે તેની સામે જ ચૂંટણી લડી રહ્યા છે તથા હવે રેડ્ડીબંધુઓ સાથે પણ તેમનો સંબંધ રહ્યો નથી.

યેદીયુરપ્પાનું એક જ લક્ષ્ય  ભાજપનો પરાજય

એક સમયે દક્ષિણ ભારતમાં ભાજપના સૌથી કદાવર નેતા અને આજે ભાજપના સૌથી મોટા વિરોધી બી. એસ. યેદીયુરપ્પાનો એક જ ઉદ્દેશ ભાજપને ચૂંટણીમાં પછાડવાનો છે, તેઓ ભાજપને યાદ અપાવવા માગે છે કે, કર્ણાટકમાં યેદીયુરપ્પાને લીધે ભાજપ સત્તામાં હતો, ભાજપને લીધે યેદીયુરપ્પા નહોતા. યેદીયુરપ્પા પણ પોતે જાણે છે કે, ચૂંટણીમાં તેઓ વધુ બેઠક તો જીતી નહિ શકે પણ ઉત્તર કર્ણાટકમાં પોતાનો દબદબો ચોક્કસ બતાવી શકે છે, જેનું નુકસાન સીધું ભાજપને થઈ શકે છે.

બેની લડાઈમાં ત્રીજા ફાવશે !

યેદીયુરપ્પા અને ભાજપની આ લડાઈમાં જો કોઈને ફાયદો થશે તો તે સીધો કોંગ્રેસને થઈ શકે છે, જોકે કોંગ્રેસે મતદારોને આકર્ષી શકાય તેવું છેલ્લાં પાંચ વર્ષમાં ખાસ કાંઈ કર્યું નથી પણ મતદારો ભાજપના આંતરિક કલહથી પણ કંટાળી ગયા છે અને તેઓ પણ સ્થાયી સરકાર બને તેવું ઇચ્છે છે.

જેડીએસ કિંગમેકર બની શકે ?

બીજી તરફ ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડાનો જનતા દળ સેક્યુલર(જેડીએસ) પણ આ વખતે ચૂંટણીમાં ફરી એક વાર કિંગમેકરની ભૂમિકા ભજવવાનાં સપનાં જોઈ રહ્યો છે. જેડીએસને ગઈ વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે થોડો વધુ ફાયદો થઈ શકે છે, પરંતુ આ ફાયદો તેને સત્તા અપાવશે તે કહેવું મુશ્કેલ છે. હાલ તો ચૂંટણીપ્રચાર દરમિયાન જેડીએસે કોંગ્રેસ પર જ પ્રહારો કર્યાં છે, તેના પરથી એવું સ્પષ્ટ થાય છે કે, જો ચૂંટણી પરિણામોમાં કોઈને બહુમતી નહિ મળે તો જેડીએસ અને ભાજપ ફરી એક વાર સાથે મળી સત્તામાં આવી શકે છે.

૨૦૦૮ની વિધાનસભાની ચૂંટણીમાં આ સ્થિતિ હતી

  • કુલ વિધાનસભા બેઠક ૨૨૩
ભાજપ ૧૧૦
કોંગ્રેસ ૮૦
જેડીએસ        ૨૮
ચૂંટણી તારીખ  પાંચમી મે
વિધાનસભા બેઠક  ૨૨૪
  • રાજ્યમાં કુલ મતદાતા  ૪.૧૮ કરોડ
કુલ વસતી  ૬.૧૧ કરોડ
સરેરાશ મતદાતા  ૬૮.૪ ટકા
 
  • ટિપિંગ પોઇન્ટ્સ

ભ્રષ્ટાચાર

ભ્રષ્ટાચાર સૌથી ગરમાગરમ મુદ્દો છે. રાજ્યમાં ભાજપ સરકાર ભ્રષ્ટાચારને લીધે વારંવાર વિવાદમાં સપડાઈ છે. ૨૦૧૦માં લોકાયુક્તના રિપોર્ટમાં ગેરકાયદે માઇનિંગ મામલે એ વખતે મુખ્યપ્રધાન રહેલા યેદીયુરપ્પા ઊછળતાં રાજીનામું આપવું પડયું હતું, તેમના સિવાય બીજા ત્રણ પ્રધાનોને પણ રાજીનામાં આપવા પડયાં હતાં. ભ્રષ્ટાચારના કેસમાં કોઈ મુખ્યપ્રધાનની સંડોવણી બહાર આવી હોય અને તેમની ધરપકડ થઈ હોય તેવું પહેલી વાર બન્યું હતું.

માઇનિંગ

સીબીઆઇ અને લોકાયુક્તના એક પછી એક રિપોટ્ર્સ બહાર આવ્યા હતા, જેમાં જણાવાયું હતું કે, રાજ્ય સરકારે માઇનિંગ કંપનીઓને છૂટો દોર આપી દીધો હતો. સુપ્રીમ કોર્ટે રાજ્યમાં બેલ્લારી, ચિત્રાદુર્ગા, તુમકુર જિલ્લાઓમાં ગેરકાયદે માઇનિંગ મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી. ગેરકાયદે માઇનિંગ મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા આંખ આડા કાન ભાજપને નુકસાન પહોંચાડી શકે છે.

રાજકીય અસ્થિરતા

ભાજપ સરકારના કાર્યકાળમાં સિલસિલાબદ્ધ બળવાઓ થયા હતા. યેદીયુરપ્પાની જિદ્દથી જગદીશ શેટ્ટરને મુખ્યપ્રધાન બનાવાયા, પરંતુ થોડા સમયમાં તેમણે જ તેમને હટાવવાની માગણી કરી. યેદીયુરપ્પાના બળવા બાદ કેટલાક પ્રધાનોએ પણ શેટ્ટર સામે બળવો કરી રાજીનામાં ધરી દીધાં હતાં.

જગદીશ શેટ્ટર - ભાજપ

ઉત્તર કર્ણાટકના કદાવર નેતા. તે ગયા વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા. ભ્રષ્ટાચાર મામલે હજી તેમનું નામ ઊછળ્યું નથી.

એચ. ડી. કુમારસ્વામી - જેડી (એસ)

દિવંગત ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવગૌડાના પુત્ર કુમારસ્વામી વિરોધ પક્ષોમાં કોંગ્રેસ કરતાં વધુ અસરકારક છે.

બી. એસ. યેદિયુરપ્પા - કેજેપી

ભાજપ છોડયા બાદ કર્ણાટક જનતા પક્ષ (કેજેપી)માં જોડાઈને ભાજપને પડકારી રહ્યા છે. તેમની પાસે ભાજપના કેટલાક સમર્થકો છે.

સિદ્ધર્થમાઇઆહ - કોંગ્રેસ

જનતા દળ અને જેડીએસ સત્તામાં હતી ત્યારે બે વાર નાયબ મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, પણ ૨૦૦૬માં તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

કર્ણાટકનું ચૂંટણીચિત્ર

કર્ણાટકમાં વિધાનસભાની બેઠક     ૨૨૪

કુલ ઉમેદવાર ચૂંટણી લડશે       ૩,૬૯૨

ઉમેદવારોના પત્ર રદ થયા        ૨૫૩

કોંગ્રેસના ઉમેદવાર       ૨૨૪

ભાજપના ઉમેદવાર     ૨૨૩

જેડીએસના ઉમેદવાર   ૨૨૨

બસપના ઉમેદવાર       ૧૮૦

એનસીપીના ઉમેદવાર    ૩૦

સીપીએમના ઉમેદવાર   ૧૭
સીપીઆઈના ઉમેદવાર    ૯
અપક્ષ ઉમેદવાર          ૧૮૯૨
કુલ મતદારો     ૪૩૬૧૪૧૯૫

ચૂંટણીની તારીખ         ૫મી મે

 
Share This