180X600.jpg
Feb 09,2016 08:43:57 AM IST
 

ચેમ્પિયન ટ્રોફી : ટીમ ઈન્ડિયા જાહેર, ગંભીર-યુવરાજ આઉટ

May 04, 2013 14:22
 
Tags:   virat kohli suresh raina shikhar dhawan Team India Cricket ICC Champion Trophy comment     E-Mail     Print    
 
Viewed: 13434
Rate: 4.0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, 4 મે

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા કરી દેવામાં આવી છે. આ ટીમમાં ગૌતમ ગંભીર અને યુવરાજ સિંહને બહાર કરી દેવામાં આવ્યાં છે. ઝડપી બોલર ઉમેશ યાદવની ઈજા ઠીક થયા બાદ તેની ટીમમાં ફરી વાપસી થઈ છે અને ટી 20 લીગની છઠ્ઠી સિરીઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિકેટકીપર અને બેટ્સમેન દિનેશ કાર્તિક પણ ટીમમાં વાપસી કરી રહ્યો છે.

જો કે આઈસીસીએ આ સિરીઝની સમાપ્તિ બાદ કોઈ ચેમ્પિયન ટ્રોફી નહીં રમાય તેવો નિર્ણય કર્યો છે. વ્યસ્ત ક્રિકેટ શિડ્યૂલ વચ્ચે આઈસીસી આ ટૂર્નામેન્ટ માટે સમય કાઢી શકતી નથી. અજિંક્ય રહાણેને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યાં છે.

ચેમ્પિયન ટ્રોફી ટીમ
મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, સુરેશ રૈના, દિનેશ કાર્તિક, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્ર્ન અશ્વિન, ઈરફાન પઠાણ, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, ઈશાંત શર્મા, અમિત મિશ્રા અને વિનય કુમાર

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com