180X600.jpg
Sep 05,2015 03:44:24 PM IST
 

બોલિવૂડ 100 વર્ષ : અદ્દભૂત અજાણી વાતો, પહેલો કિસિંગ સીન

May 04, 2013 16:06 Entertainment >
 
Tags:   Bollywood anna salunke Gandhiji raja harishchandra alamara Devika Rani Ashok kumar Indian Cinema comment     E-Mail     Print    
 
Viewed: 15114
Rate: 2.5
Rating:
Bookmark The Article

મુંબઈ, 4 મે

ભારતીય સિનેમા એટલે કે બોલિવૂડ આજે પોતાના 100 વર્ષ પૂરા કરી રહ્યું છે. 'હોલિવૂડ' ને ધ્યાનમાં રાખીને મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું નામ 'બોલિવૂડ' રાખવામાં આવ્યું હતું. 100 વર્ષના કાળમાં બોલિવૂડે ઘણા મહાન કલાકારો, ગાયકો, નિર્દેશકો અને અનેક ફિલ્મો આપી છે. આજે વિશ્વમાં 90 દેશોમાં બોલિવૂડની ફિલ્મો જોવાય છે અને કમાય છે.  'પ્યાસા' 'મધર ઈન્ડિયા' 'શ્રી 420' 'મોગલ એ આઝમ' અને 'મધુમતિ'  જેવી ફિલ્મો આપનાર બોલિવૂડની યાત્રા ખૂબ રસપ્રદ રહી છે. આજે ફિલ્મોની કહાની, લોકેશન અને ટક્નોલોજી તેમજ આધુનિકતા પ્રમાણે ટ્રેન્ડ બદલાયાં છે, પરંતુ બોલિવૂડની લોકપ્રિયતા ઘટવાને બદલે વધતી જ રહી છે.







ફિલ્મ 'રાજા હરિશચંદ્ર' 3મે 1913ના રોજ રિલીઝ થઈ હતી. 1913 થી 1980 સુધી મૂંગી ફિલ્મો બની હતી. 1931માં અરદેશર ઈરાનીએ પહેલી બોલતી ફિલ્મ 'આલમ આરા' બનાવી હતી. 1937માં અરદેશર ઈરાનીએ જ પહેલી રંગીન ફિલ્મ 'કિસાન કન્યા' બનાવી હતી.
હિન્દી સિનેમાની પહેલી ડ્રીમ ગર્લ -1933માં આવેલ ફિલ્મ 'કર્મા' માં અભિનેત્રીનો રોલ કરનાર દેવિકા રાણી પહેલી ડ્રીમ ગર્લ અને મોર્ડન હિરોઈન હતી. આ ફિલ્મમાં દેવિકા રાણીએ પતિ હિંમાંશું રાય સાથે કિસિંગ સીન આપ્યો હતો. આ ફિલ્મની અને બોલિવૂડની પહેલી કિસનો સીન 4 મિનિટ લાંબો હતો. દેવિકા રાણીના પતિ હિમાંશુ રાયે જ 'બોમ્બે ટોકિઝ' બેનરની શરૂઆત કરી હતી. દેવિકા રાણીને પસંદ કરનારાઓની લિસ્ટમાં જવાહરલાલ નહેરૂ પણ સામેલ હતાં.
બોલિવૂડની પહેલી હિરોઈન હતી એક છોકરો ભારતીય સિનેમા જગતની પહેલી ફિલ્મ 'રાજા હરિશચંદ્ર' માં રાણી તારામતીનું પાત્ર એક હોટલના વેઈટરે ભજવ્યું હતું. નિર્દેશક દાદા સાહેબ ફાળકેએ હિરોઈન માટે પહેલાં વૈશ્યાઓનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓ તૈયાર ન થતાં તેઓ કંટાળીને એક હોટલમાં ગયા હતાં, જ્યાં એક વેઈટરની ચાલ ઢાલ બધુ જ યુવતીઓ જેવું હતું. જેનું નામ 'અન્ના સાલુંખે' હતું. જેણે પાછળથી 'લંકા દહન' ફિલ્મમાં હનુમાનજીનું પાત્ર ભજવ્યું હતું.
'કિસ્મત' પહેલી સુપરહિટ ફિલ્મ -1943માં રિલીઝ થયેલ ફિલ્મ 'કિસ્મત' એ અશોક કુમારની કિસ્મત બદલી નાંખી અને તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા. 'કિસ્મત' ફિલ્મ કલકત્તાના રોક્સી થિએટરમાં સતત ત્રણ વર્ષ સુધી ચાલી હતી અને ખૂબ જ હિટ ફિલ્મ હતી. આ ફિલ્મને જોવા માટે થિએટરની બહાર પાંચ કિમી સુધીની લાઈન લાગતી હતી. ગાયક લત્તા મંગેશકરે આ ફિલ્મ 50 વખત જોઈ છે.
મહાત્મા ગાંધીએ જોઈ હતી એક ફિલ્મ- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના જીવનમાં માત્ર એક ફિલ્મ જોઈ હતી, જેનું નામ 'રામરાજ્ય' હતું. 1943માં રિલીઝ થયેલ આ ફિલ્મ મરાઠી નિર્દેશક વિજય ભટ્ટે તૈયાર કરેલ બે કલાકની આ ફિલ્મ ગાંધીજીને ખૂબ ગમી હતી.

 
Share This



 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com