Sep 30,2014 11:22:21 PM IST
 

માન્ય વિઝા વિના અમેરિકામાં વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં

May 05, 2013 01:36 NRI > US
 
Tags:   Student Visa Study Visa America US barack Obama Bosten Blast comment     E-Mail     Print    
 
Viewed: 12858
Rate: 2.3
Rating:
Bookmark The Article

વોશિંગ્ટન, તા. ૪

અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝાનિયમો કડક બનાવ્યા છે. માન્ય સ્ટુડન્ટ વિઝા ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓને જ અમેરિકામાં પ્રવેશ આપવો તેવો આદેશ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા તેના બોર્ડર એજન્ટ્સને આપવામાં આવ્યો છે. આ નિયમનો તાત્કાલિક અમલ કરવામાં આવ્યો છે. બોસ્ટનમાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટ પછી યુએસ સત્તાવાળાઓ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  • બોસ્ટન બોમ્બ વિસ્ફોટ પછી વિઝાનિયમો કડક બનાવ્યા
  • જવાબદાર વિદેશી વિદ્યાર્થીની ધરપકડ

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનના સિનિયર અધિકારી ડેવિડ મર્ફી દ્વારા ગુરુવારે આ આદેશ આપવામાં આવ્યો હતો. બોસ્ટન બોમ્બિંગના એક શકમંદના પુરાવા કઝાખિસ્તાનના એક વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીને માન્ય સ્ટુડન્ટ વિઝા વિના જાન્યુઆરીમાં અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો તેવી ઓબામા વહીવટીતંત્રને જાણ થતાં તરત જ સત્તાવાળાઓએ વિઝાનિયમો કડક બનાવવાનો નિર્ણય લીધો હતો.

બોસ્ટન બોમ્બિંગના શકમંદ આરોપીના કઝાખિ મિત્ર અઝમત તાઝ્યાકોવના વિઝા તે ૨૦ જાન્યુઆરીએ ન્યૂયોર્ક પાછો આવ્યો ત્યારે જ રદ કરવામાં આવ્યા હતા પણ એરપોર્ટ ખાતેના બોર્ડર એજન્ટ દ્વારા આ માહિતી હોમલેન્ડ સિક્યોરિટી તેમજ સ્ટુડન્ટ એન્ડ એક્સ્ચેન્જ વિઝિટર ઇન્ફર્મેશન સિસ્ટમને આપવામાં આવી નહોતી, જેને પરિણામે આ વિદ્યાર્થીવિઝા રદ કરાયા હોવા છતાં અમેરિકામાં એન્ટ્રી મેળવી શક્યો હતો અને તેના મિત્રના પુરાવા છુપાવ્યા હતા.

ન્યાયની પ્રક્રિયામાં અવરોધો સર્જવા માટે તાઝ્યાકોવ તેમજ બીજા એક કઝાખ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com