Nov 29,2014 08:51:02 AM IST
 

રોયલ મરિન્સ કમાન્ડો બનવા માટે શું શું નથી કરવું પડતું ?

May 05, 2013 01:05 World
 
Tags:   Royal Marines Commando Training Britain Army comment     E-Mail     Print    
 
Viewed: 5662
Rate: 3.3
Rating:
Bookmark The Article

લંડન, તા. ૪

બ્રિટનના સર્વશ્રેષ્ઠ ગણાતાં સૈન્યદળ રોયલ મરિન્સના જવાનોની નિમણૂક પહેલાં તેમણે અભિમન્યુના સાત કોઠામાંથી પસાર થવું પડે છે. બ્રિટનના સામાન્ય સૈનિકને કમાન્ડો બનતાં પહેલાં ૩૨ અઠવાડિયાંની સખત તાલીમ લેવી પડે છે. આ તાલીમ દરમિયાન કમાન્ડોને કાદવમાં દોડાવવામાં આવે છે. માથાથી લઈને અંગૂઠા સુધી કાદવમાં ખરડાઈ ગયેલા કમાન્ડોને માથું ફાટી જાય તેવી ગંધનો સામનો કરવો પડે છે.

  • કમાન્ડોને માથું ફાટી જાય તેવી ગંધ મારતા કાદવમાં તાલીમ અપાય છે
  • મરિન્સને શારીરિક અને માનસિક રીતે ફિટ કરવાનો તાલીમનો હેતુ

બુધવારે રોયલ મરિન્સની તાલીમ દરમિયાન લેવાયેલા આ ફોટોગ્રાફ દર્શાવે છે કે કમાન્ડો બનતાં પહેલાં કોઇ પણ વ્યક્તિએ કેવી માનસિક અને શારીરિક સજ્જતા કેળવવી પડે છે. લિમ્પસ્ટોન ખાતે આવેલા રોયલ મરિન્સ કમાન્ડો ટ્રેનિંગ સેન્ટરના શારીરિક તાલીમ વિભાગના વડા કેપ્ટન બેન ચેપલે જણાવ્યું હતું કે, કાદવમાં દોડવાની તાલીમ આપવા પાછળનો હેતુ રોયલ મરિન્સના ઇરાદાઓ મજબૂત કરવાનો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કમાન્ડોને કાદવમાં આશરે ૪૫ મિનિટ સુધી દોડાવવામાં આવે છે, જોકે આ કાદવ એટલો બધો ઘટ્ટ હોય છે કે તેમાં દોડવું લગભગ અસંભવ હોય છે. આ પરિસ્થિતિમાં કમાન્ડોની વચ્ચેનો ટીમ-સ્પિરિટ પણ વધુ મજબૂત બને છે. કેપ્ટન ચેપલ જણાવે છે કે, આ તાલીમથી કમાન્ડો માત્ર શારીરિક રીતે જ મજબૂત બનતા નથી પરંતુ માનસિક રીતે પણ મજબૂત બને છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com