180X600.jpg
Jul 28,2016 02:35:41 AM IST
 

મોટા સુરકાની મહિલાનો એસીડ પી લઇ આપઘાત

May 05, 2013 01:23 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 294
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા. ૪

ભાવનગર અને અમરેલી જિલ્લામાં આજરોજ જુદા જુદા બે અપમૃત્યુના બનાવમાં એક યુવતી અને મહિલાનુ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજયુ હતું.

પ્રથમ બનાવમાં પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, સિહોર તાલુકાના મોટા સુરકા ગામે રહેતા દેવુબેન લાખાભાઈ મોરી (ઉ.૬૦)એ આજે શનીવારે વહેલી સવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને તત્કાલ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જયાં તેનુ આજે મોત નિપજયુ હતું. આ બાબતે સિહોર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં, રાજુલા તાલુકાના કોટડી ગામે રહેતા સુખાભાઈ મકવાણાની ૧૭ વર્ષની પુત્રી મનીષાએ ગત તા. ૧ મેએ પોતાના ઘરે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલીક સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જયાં તેનુ આજે શનીવારે બપોરના સમયે મોત નિપજયુ હતુ તેમ હોસ્પિટલ ચોકીના સુત્રોએ જણાવેલ છે. યુવતીનુ મોત નિપજતા તેના પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે.

 
Share This