180X600.jpg
Sep 05,2015 12:16:53 AM IST
 

એમોનિયમ કાર્બોનેટના એકમોમાં પીવાના પાણીનો બેફામ ઉપયોગ

May 05, 2013 01:24 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 261
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા.૪

ગુજરાત રાજ્યમાં એમોનિયમ કાર્બોનેટ એકમોમાં ૮૦ ટકાથી વધુ હિસ્સો ભાવનગર જિલ્લાનો રહ્યો છે. ભાવનગર જિલ્લામાં ધમધમી રહેલા એમોનિયમ કાર્બોનેટના એકમો ઔદ્યોગીક વિકાસમાં ફાયદાકારક હોવાની સામે પર્યાવરણ માટે ખતરારૃપ સાબીત થઈ રહ્યા છે. એમોનિયમ કાર્બોનેટના એકમોનું પ્રદૂષિત પાણી ગેરકાયદે રીતે છોડી પ્રદુષણ ફેલાવાની સાથે હાલ પાણીની અછત જેવી સ્થિતિમાં પીવાના પાણીનો મંજુરી બેફામ ઉપયોગ કરવામાં આવતો હોવાની ફરીયાદ ઉઠવા પામી છે.

ભાવનગર શહેરના નવા અને જુના બંદર રોડ તેમજ ચિત્રા જીઆઈડીસી, વરતેજ, સિહોર, ધાંધળી, ભુંભલી, ઘોઘા અને અવાણીયા પંથકમાં આવેલ એમોનિયમ કાર્બોનેટના પ૦ જેટલા એકમોમાં પીવાના પાણીનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. કેન્દ્રીય ભૂર્ગભ જળ બોર્ડ (સી.જી.ડબ્લ્યુ.બી.)ની કોઈપણ જાતની મંજુરી વિના જિલ્લાના એમોનિયમ કાર્બોનેટના ઔદ્યોગીક એકમોમાં રોજીંદા ૧ લાખ લિટરથી વધુ પાણીનો વપરાશ માટે ગેરકાયદે ઉપયોગ થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં પૂર્વે પાણીની અછત જેવી સ્થિતિમાં જે તે સમયે આવા ઔદ્યોગીક એકમોમાં પાણીનો ઉપયોગ ન કરવા ફરમાન જારી કરવામાં આવ્યુ હતું ત્યારે હાલ જિલ્લાના ૬૭૦ ગામોમાં અછત અને અર્ધઅછતગ્રસ્ત જેવી સ્થિતિ વચ્ચે એમોનિયમ કાર્બોનેટના એકમોમાં પાણીનો બેફામ વપરાશ થાય તે કેટલા અંશે વાજબી ગણાય ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે. તો આ બાબતે સંબંધિત તંત્રવાહકો એકમો અને વોટર સપ્લાયરો સામે પગલા ભરશે કે નહિં ? તે જોવું રહ્યું.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com