Nov 23,2014 08:48:11 AM IST
 

સાળંગપુર યાત્રાધામ પ્રત્યે એસ.ટી. તંત્રનું ઓરમાયુ વલણ

May 05, 2013 01:25 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 290
Rate: 0
Rating:
Bookmark The Article

બોટાદ તા.૩

ભાવનગર અને અમદાવાદ જિલ્લાના ભાગોળે આવેલા કષ્ટભંજન હનુમાનજી મહારાજના સાળંગપુર યાત્રાધામમાં વર્ષાન્તે હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે. જેમા ખાસ કરીને શનિવાર ઉપરાંત વાર તહેવારમાં ભાવિકોના ઘોડાપૂર ઉમટી પડતા હોય છે. યાત્રાધામ સાળંગપુરમાં આવતા યાત્રાળુઓ માટે વડતાલ કમિટિ દ્વારા બનાવાયેલ એસ.ટી. બસ સ્ટેન્ડ હસ્તગત કરવા તંત્રવાહકો ગલ્લાતલ્લા કરતા હોવાની ફરીયાદ ઉઠવા પામી છે.

સાળંગપુરમાં વડતાલ કમિટિ દ્વારા એસ.ટી. સ્ટેન્ડ માટે ટોકનથી જમીન ખરીદી ઓગસ્ટ-ર૦૦૯માં અદ્યતન એસ.ટી. સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવેલ. વડતાલ કમિટિ દ્વારા એસ.ટી. બસ સ્ટેન્ડ બનાવાયા બાદ પણ એસ.ટી. વિભાગ દ્વારા કન્ટ્રોલર કેબીન, શૌચાલય, લાઈટ સહિતની સુવિધા વિકસાવવામાં આવી નથી. તેમજ એસ.ટી. સ્ટેન્ડમાં એસ.ટી. તંત્રવાહકો દુર્લક્ષ સેવતા હોય બહારથી આવતા ભાવિકોને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાત સરકારી પ્રવાસન ધામો વિકસાવી પ્રવાસીઓને આકર્ષીત કરવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ હનુમાનજીના ગુજરાતમાં જ નહિં પણ ભારતભરમાં જાણીતા કહિ શકાય તેવા ર્ધાિમક સ્થાનકની એસ.ટી. વિભાગ દ્વારા ઉપેક્ષા કરવામાં આવી રહી છે. સાળંગપુર એસ.ટી. બસ સ્ટેન્ડમાં રોજીંદી ૧૦૦થી વધુ એસ.ટી. બસોની આવન-જાવન રહેતી હોય છે ત્યારે અસ.ટી. તંત્રવાહકો યોગ્ય કાર્યવાહી કરે તેવી યાત્રિકોમાં માંગ ઉઠવા પામી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com