Oct 31,2014 10:16:28 AM IST
 

યોગીનગરમાં બારોબાર એક કરોડ ફાળવી દેવાતા ચકચાર

May 05, 2013 01:25 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 213
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર, તા. ૪

ભાવનગર શહેરમાં લોકભાગીરીથી વિકાસ કામોની યોજનાના મામલે અનેક દેકારા થઈ ચૂક્યા છે. મહાપાલિકા જે એસ્ટીમેન્ટ કાઢે છે તે એટલો મોટો હોય છે કે લોકોએ કાઢેલી ૩૦ કે ર૦ ટકા રકમમાંથી જ કામ થઈ જાય છે એટલે કે બાકીની ઉપરની રકમ વહેંચીને ચાંઉ કરી જવાય છે. આ મામલે તાજેતરમાં હોબાળો મચ્યો હતો અને પછી બધુ શાંત પડી ગયુ હતુ. ત્યાં હવે ભાજપના નગરસેવકોમાં નવી ચર્ચાએ જોર પકડયુ છે કે, ઘોઘાસર્કલ પાસે આવેલ યોગીનગરમાં રહેતા સામાન્ય અને ગરીબ પરિવારોના લોકો પોતાના ભાગમાં આવતી ૧૦ ટકા રકમ પણ કાઢી શકે તેમ નથી છતાં આ વિસ્તારમાં ૧ કરોડની રકમ ફાળવી દેવાતા ચકચાર મચી છે.

જ્યારે આ સોસાયટીમાંથી લોકભાગીદારીની રકમ મળી શકે તેવી શક્યતા નહીંવત છે ત્યારે માત્ર મહાપાલિકાની ગ્રાન્ટમાંથી કામ કરવાનુ હોય તેમ અધધ રૃ. ૧ કરોડ કેવી રીતે ફાળવી દેવાયા ? તેવો પ્રશ્ન નગરસેવકોમાં ચર્ચાસ્પદ બન્યો છે. જો લોકો તરફથી રકમ મળે જ નહીં તો ત્યાં લોકભાગીદારી તરીકેની યોજનાની રકમ કેવી રીતે ફાળવી શકાય ? ૧ કરોડની ફાળવણી પાછળ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું નગરસેવકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ મામલે આગામી દિવસોમાં નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ મામલે કમિશનરે અને મેયરે તપાસ કરાવી ખરેખર લોકો તરફથી મળનારી ૧૦ ટકા રકમ અંગે નિષ્પક્ષ તપાસ કરાવી સત્ય બહાર લાવવું જોઈએ.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com