180X600.jpg
May 26,2016 04:06:26 PM IST
 

મનપાનો શોપ વિભાગ નિદ્રાધિન શહેરમાં રવિવારે દૂકાનો ખૂલ્લી !

May 05, 2013 01:26 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 350
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા. ૪

શહેરમાં મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં રવિવારે દુકાનો ખુલ્લી રાખવા બદલ કાર્યવાહી કરવામાં મહાપાલિકાનો શોપ વિભાગ નિંદ્રાધિન છે. તહેવારના દિવસોમાં ગુમાસ્તાધારા હેઠળ કાર્યવાહી કરીને સંતોષ માની લેતો સ્ટાફ નિયમિત ફરજ બજાવવામાં ઉણો ઉતરે છે. કારણ કે, વર્ષમાં માંડ એક-બે રવિવાર શોપ વિભાગનો સ્ટાફ બજારોનો રાઉન્ડ લેતો હશે.

મ્યુ.કોર્પોરેશનના શોપ વિભાગે છેલ્લુ ચેકિંગ ક્યારે કર્યુ હતુ તે કોઈને યાદ નથી. ગુમાસ્તા ધારા પ્રમાણે દુકાનદારોએ રવિવારે દુકાનો ફરજિયાત બંધ રાખવાની હોય છે. છતાં રવિવારે કેટલાક દુકાનદારો પોતાની દુકાનો ખૂલ્લી રાખે છે. મહાપાલિકાના શોપ વિભાગનો સ્ટાફ રાઉન્ડમાં ભલે ન નિકળે પણ ખૂલ્લી રહેતી દૂકાનોના નામ શોપ વિભાગના સ્ટાફથી અજાણ નથી. જેથી સ્ટાફની પારદર્શકતા સામે પ્રશ્નાર્થ ઉભો થાય છે.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com