Jul 26,2014 02:39:07 PM IST
 

એસીપીસીએ કોમન મેરિટ લિસ્ટની જાહેરાત કરતાં વાલીઓ મૂંઝવણમાં

May 05, 2013 01:19 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 316
Rate: 0
Rating:
Bookmark The Article

 વડોદરા,તા.૪

રાજ્ય સરકારે ગુજરાતના વાલીઓને અંધારામા જ રાખીને જેઇઇ દાખલ કરી દીધા બાદ વધુ એક આંચકો આપ્યો છે. ગુજરાતની તમામ એન્જિનિયરીંગ કોલેજોમા એડમિશનની બાગડેર જેમના હાથમા છે તે એડમિશન કમિટી ફોર પ્રોફેસનલ ર્કોસસ દ્વારા તેમની વેબસાઇટ પર તા.૧લી મે ૨૦૧૩ના રોજ ૨૦ પાનાનુ નોટિફીકેશન બહાર પાડેલુ છે આ નોટિફીકેશન મુજબ જેઇઇ મેઇનના પરીણામ બાદ એડમિશન કોમન મેરિટ લિસ્ટ બહાર પડશે. ૨૦ પાનાના નોટિફીકેશનમાં માત્ર આ એક લાઇને વાલીઓની અને વિદ્યાર્થીઓની ઉંઘ ઉડાવી દીધી છે.

  • સીબીએસઇને ૫ ટકા રિઝર્વ બેઠકો પરપ્રવેશ અપાશે કે જનરલમાં ?

હકીકતે જેઇઇ મેઇન દાખલ કરાયુ ત્યારે ગુજરાતભરમાથી વાલીઓના વિરોધન કારણે મામલો હાઇકોર્ટમા પહોંચ્યો હતો ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હાઇકોર્ટમા એવી દલીલ કરાઇ હતી કે સીબીએસઇ અને ગુજરાત બોર્ડના અભ્યાસક્રમમા સામાન્ય તફાવત છે અને ગુજરાતની તમામ એન્જિનીયરીંગ કોલેજોમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ૯૫ ટકા બેઠકો અનામત રખાઇ છે જ્યારે ૫ ટકા બેઠકો સીબીએઇના વિદ્યાર્થીઓને ફાળવાઇ છે એટલે ગુજરાતના વિદ્યાર્થીઓને નુકસાની નહી થાય.

  • ગુજરાતની એન્જિ. કોલેજોમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ૯૫ ટકા બેઠકો રાખવાના વાયદાનુ શુ થયું ?

હવે જ્યારે ૭મી મેએ એટલે કે બે દા'ડા પછી જ્યારે જેઇઇ મેઇનનુ રીઝલ્ટ ડિક્લેર થવાનુ છે ત્યારે જ ૧લી મેના રોજ એસીપીસીએ નોટીફિકેશન બહાર પાડીને કોમન મેરીટ લિસ્ટની જાહેરાત કરી છે. ગત વર્ષે એડમિશન માટે જાહેરાત કરાઇ ત્યારે સ્પષ્ટ જાહેરાત કરાઇ હતી કે સીબીએસઇના એડમિશન ૫ ટકા અનામત બેઠક પર થશે પરંતુ ૧લી મેના રોજ જાહેર કરાયેલા નોટીફિકેશનમા કોઇ સ્પષ્ટીકરણ કરાયુ નથી કે સીબીએસઇના વિદ્યાર્થીઓને કોમનમા એટલે કે રેગ્યુલર બેઠકો એડમિશન કરાશે કે પછી ૫ ટકા અનામત બેઠક પર. આ ઉપરાંત એવી પણ જાહેરાત કરાઇ છે કે ૫ ટકા બેઠકો પર આઉટ સાઇડર એટલે કે બીજા રાજ્યના વિદ્યાર્થીઓને એડમિશન અપાશે આમ ૯૫ ટકામાથી ૫ ટકા કાપીને ૯૦ ટકા કરી દેવાયા છે. વાલીઓને અંધારામા રાખીને શિક્ષણ વિભાગ દ્વારા કરાતા નિર્ણયો સામે વાલીઓમા રોષ ભભુકી ઉઠયો છે અને આ સંદર્ભે વાલીઓનુ પ્રતિનિધિ મંડળ શિક્ષણ સચિવ અને બોર્ડના પદાધીકારીઓને મળવા સોમવારે ગાંધીનગર જશે તેમ વિદ્યાર્થી હિત રક્ષક સમિતીના પ્રમુખ સંજય મહેતાએ જણાવ્યુ હતુ.

 વડોદરાના ૨૮૦૦ વિદ્યાર્થીઓ તા.૯મીએ ગુજકેટ આપશે

વડોદરા-વાલીઓની લડતના કારણે આ વર્ષે ગુજરાતમા નીટને મરજીયાત કરી દેવાઇ છે એટલે આ વખતે ગુજરાતભરમાથી ૪૦,૦૦૦ વિદ્યાર્થીઓ કે જેઓ મેડિકલ લાઇનમા જવા માંગે છે તેઓ તા.૯મી મેના રોજ ગુજકેટ આપશે. વડોદરામાથી ૨૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ ગુજકેટ આપશે જો કે તેમાથી કેટલાક વિદ્યાર્થીઓ નીટ પણ આપી રહ્યા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com