Aug 02,2014 12:01:00 PM IST
 

વડોદરા આવી રહેલા એસ.કે. નંદા સામે કોંગ્રેસના જ કાર્યકરો કાળાવાવટા ફરકાવશે

May 05, 2013 01:18 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 427
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૪

નકલી એન્કાઉન્ટર કેસના આરોપી રાજકુમાર પાન્ડીયનને અદ્યતન સવલતો આપવામાં રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. એસ.કે. નંદાનો હાથ હોવાનો સીધો આક્ષેપ કરીને શહેર કોંગ્રેસે તાજેતરમાં સીબીઆઈ તપાસની માગ કરી હતી. હવે જ્યારે શહેર કોંગ્રેસના આગેવાન મૌલીન વૈષ્ણવ દ્વારા આગામી તા.૬ઠ્ઠીએ આયોજીત કાર્યક્રમમાં એસ. કે. નંદા હાજરી આપવા આવનાર છે ત્યારે કોંગ્રેસના જ આગેવાનો અને કાર્યકરો નંદા સામે કાળા વાવટા ફરકારીને દેખાવો કરશે.અરવિંદરાય કેશવલાલ વૈષ્ણવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણવેશધારી સૈનિકોના સન્માનનો કાર્યક્રમ આયોજીત કરાયો છે. ગયા વર્ષે રાજ્યપાલ કમલા બેનીવાલના હસ્તે સૈનિકોનુ સન્માન કરાયુ હતુ. આ વખતે રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. એન.કે. નંદાના હસ્તે સન્માન કરાશે. આગામી તા.૬ઠ્ઠીએ સાંજે ૬ વાગે કારેલીબાગના સત્કાર વાટીકા પાર્ટી પ્લોટમાં સન્માનનો કાર્યક્રમ યોજાશે. આમ તો કાર્યક્રમનુ આયોજન કરનાર ટ્રસ્ટના મેનેજીંગ ડિરેક્ટર મૌલીન વૈષ્ણવ કોંગ્રેસના આગેવાન છે. પરંતુ, તેમના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવનાર ડો. એસ.કે. નંદા સામે કોંગ્રેસમાં જ વંટોળ ફેલાયો છે.

  • નકલી એન્કાઉન્ટર કેસના આરોપી રાજકુમાર પાન્ડીયનને સવલતો આપવામાં નંદાનો હાથ હોવાનો આક્ષેપ

શહેર કોંગ્રેસના પ્રવક્તા પ્રજ્ઞોશ તેવારે તાજેતરમાં દિલ્હી ખાતેના સીબીઆઈ ડાયરેક્ટર રણજીત સિન્હાને એક પત્ર લખ્યો હતો અને રાજ્યના બે નકલી એન્કાઉન્ટર કેસના આરોપી એવા તત્કાલીન આઈએએસ અધિકારી રાજકુમાર પાન્ડીયનને ગુજરાતમાં અદ્યતન સુવિધાઓ પુરી પાડવાના ચર્ચાસ્પદ કિસ્સામાં સીબીઆઈ તપાસ મૂકવાની માગણી કરી હતી. આ કિસ્સામાં તેઓ આંદોલન કરશે. તેવી જ રીતે, એકાદ મહિના પહેલા શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતો હોવા અંગે કોંગ્રેસના યુવા કાર્યકરોએ વારંવાર રજૂઆત કરવા છતાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કોઈ પગલા ભરાયા ન હતા. જેથી કોંગી કાર્યકર ર્સાંઈ ઢેકાણે, પપ્પુ સોલંકી સહિતના કાર્યકરોએ આંદોલન કરીને જિલ્લા શિક્ષણાધિકારીને બંગડીઓ પહેરાવી હતી. આ કિસ્સામાં ૯ કાર્યકરોની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી અને તેમણે જેલવાસ પણ ભોગવવો પડયો હતો. આંદોલન કરનારને જેલવાસ અને આરોપીને અદ્યતન સવલતો અપાય છે તેવા આક્ષેપ સાથે કાર્યકરો દેખાવો કરશે. ઉપરોક્ત બન્ને કિસ્સાના સંદર્ભમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યક્રમોમાં એસ.કે. નંદા સામે આક્રોશ ફેલાયો છે. આગામી તા.૬ઠ્ઠીએ જ્યારે એસ.કે. નંદા વડોદરા આવી રહ્યાં છે ત્યારે તેમની સામે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કાળા વાવટા ફરકાવશે અને એસ.કે. નંદા વિરોધી સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર દેખાવો કરશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com