180X600.jpg
Aug 30,2015 08:58:31 AM IST
 

જિલ્લા પંચાયતની કેન્ટીનને છાસવારે તાળા કેમ મારવામાં આવે છે ?

May 05, 2013 01:13 Baroda >
 
comment     E-Mail     Print    
 
Viewed: 399
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા,તા.૪

જિલ્લાપંચાયત કચેરીના ભોંયતળિયે આવેલી કેન્ટીનનો કોન્ટ્રાક્ટ લેનારને ખોટના ખાડામાં ઊતરવાની નોબત આવતી હોઇ કેન્ટીનને ખંભાતી તાળા વાગતા હવે તે સ્થળે કાટમાળ મુકવાની નોબત આવી છે. જ્યાંઓફિસ અવર્સ બાદ સ્થાપિત હિતોની ટોળકી લેતી-દેતીનો વ્યવહાર સમજવાના સ્થળ તરીકનો ઉપયોગ કરતી હોવાની સ્ફોટક વિગતો પ્રકાશમાં આવી છે. કેન્ટીનનો કોન્ટ્રક્ટ લેનારને નાસ્તો કરવા આવતા વ્યક્તિઓ પૈકી મોટાભાગના બિલ ચૂકવતા ન હોવાની બૂમ ઉઠવા પામી છે. જ્યારે, બીજી બાજુ કર્મચારીઓને કેન્ટીનનો નાસ્તો મોંઘો પડતો હોવાની વિગત સાંભળવા મળી છે. જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી તલસ્પર્શી-તટસ્થ તપાસ કરાવે એવી વાત ચર્ચાના ચગડોળે ચઢી છે.

  • મહામૂલી જગ્યાનો ભંગારવાડા તરીકે ઉપયોગ

અત્રે લક્ષ્મી વિલાસ પેલેસ સામે સ્વ.સરદાર વલ્લભ ભાઇ પટેલ ભવન(જિલ્લા પંચાયતની મુખ્ય કચેરી)ના ભોંય તળિયે કર્મચારી મહાસંઘ દ્વારા ચલાવાતી કેન્ટીનનો કોન્ટ્રાક્ટ લેનારને રોજીરોટી મળવાને બદલે ખોટના ખાડામાં ઊતરવાની નોબત આવતી હોઇ કોઇપણ વ્યક્તિ કેન્ટીન ચલાવવા રાજી ન હોવાનું જાણવા મળ્યું છે. લાખો રૂપિયાની આવક રળી આપે એવી મહત્વની જગ્યાએ કેન્ટીનનો કોન્ટ્રાક્ટ લેનારને થોડાજ મહિનાઓમાં ઉચાળા ભરવાની નોબત આવે છે.જેના, અંતર્ગત કારણોમાં કેન્ટીનમાં નાસ્તો કરવા આવનારાઓ પૈકી કેટલાક વગદારો કોઇ ને કોઇ કારણોસર નાસ્તાના પુરા પૈસા ચૂકવતા નથી. જ્યારે, બીજીબાજુ પગારે બિલ ચૂકવવાની બાંયેધરી આપનારા ગ્રાહકો પગારના દિવસો દરમિયાન કેન્ટીન નજીક ફરકતાજ નથી ! જિલ્લા પંચાયતની નવ મજલી ઇમારતના દરેક ફ્લોર પર નાસ્તો મંગાવનારા પૈકી કેટલાક વગદારો પાસે કેન્ટીનનો કોન્ટ્રાક્ટ લેનાર પૈસા માંગી શકતા નથી. જ્યારે, બીજા સબ ભૂમિ ગોપાલ કી જેવો વ્યવહાર કરતા હોવાનું જિલ્લા પંચાયત ક્ષેત્રે ચર્ચાની એરણે ચઢયું છે.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com