May 28,2015 11:26:54 PM IST
 

ફ્રાન્સની મેરી સાથે વડોદરાનો ઋષિ આજે હિંદુ લગ્ન વિધિથી પરણશે

May 05, 2013 01:02 Baroda >
 
comment     E-Mail     Print    
 
Viewed: 562
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા. ૪

મૂળે વડોદરાના પ્રતાપ નગર ખાતેની દત્તનગર કોલોની માં રહેતો રાજપૂત પરીવારનો ઋષિ વડોદરામાં મ.સ.યુનીમાં બીએસસીનો અભ્યાસ કર્યા બાદ વધુ આગળ ભણવા લંડન ગયો હતો. ઋષિએ પોતાની ૩ વર્ષની વયેજ પોતાના પિતાને ગુમાવી દીધા હતા. ઋષિએ પોતાની માતા સરસ્વતિ રાજપુત કે જે વડોદરા અને ભારતભરમાં ગોલ્ડન ગર્લ ઓફ ગુજરાત તરીકે ખ્યાતિ પામેલા વડોદરાના એથલિટ છે તેમની સાથેજ જીવનનાં તમામ પહેલુ જોયા હતા. વડોદરામાં અભ્યાસ બાદ ચાર વર્ષ પહેલાંજ ઇનફરમેશન સિસ્ટમ નો અભ્યાસ કરવા લંડન ગયેલા ઋષિ ને લંડનમાં ફ્રાન્સમૂળની કન્યા મેરી સાથે સાલસા શીખવાના ક્લાસમાં પ્રેમ થયો. જે આજે સફળતા પુર્વક લગ્નને આરે પહોંચ્યોછે અને શરણાઇ ના સુર રેલાયા છે.

  • લંડનમાં મેરી સાથે સાલસા શીખવાના ક્લાસમાં પ્રેમ થયો

ઋષિને તેની સાલસા ડાન્સની ફ્રેન્ચ ક્લાસમેટ મેરી સાથે લંડનમાં સપ્ટેમ્બર ૨૦૧૨માં પ્રેમ થઇ ગયો હતો. ત્યારબાદ બંન્ને લગ્નવાંચ્છું પ્રેમીઓએ પોતાના પરીવારોને જાણ કરી હતી કે તેઓ લગ્ન કરવા ઇચ્છે છે, જે પ્રેમીયુગલના પરિવારોએ સહર્ષ મંજુર કરતાં તરતજ યુગલે પરણીજવાનો નિર્ણય કરી લીધો હતો અને વડોદરા આવી ગયાં હતા. રસપ્રદ વાત એ છે કે ભારતીય પરંપરાઓ અને રીત-રીવાજોથી પ્રભાવિત મેરી ના માતા-પિતા કે જેઓ મૂળે ફ્રેન્ચ છે તેઓનો આગ્રહ હતો કે તેઓની દીકરીના લગ્ન ઋષિ સાથે ભારતીય પરંપરાથી એટલેકે હિંદુ લગ્ન વિધિથીજ થવા જોઇએ. તેઓને તેમની દીકરીેનું કન્યાદાન કરવું હતું.

  • મેરીના માતા પિતા કન્યાદાન કરવા માટે વડોદરા આવ્યા

અને તે માટે તેઓએ હિંદુ લગ્ન વિધિ વિશે અહીં આવ્યાબાદ જાણકારી પણ મેળવી લીધી છે. અને તેજ અનુસાર આજે આ યુગલને પીંઠી ચોળવાની વીધી કરવામાં આવી હતી અને ત્યારબાદ પરિવાર દ્વારા ગરબા અને ડાન્સનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો . આવતી કાલે આ યુગલ અગ્નિની સાક્ષીએ ફેરા ફરશે અને સાત જન્મો માટે મળી જશે. સંદેશ સાથેની મુલાકાતમાં ઋષિ, મેરી અને મેરીના માતા-પિતાએ ખુબજ રસપ્રદ અને રમૂજી વાતો કરી હતી.

મેં જેને પ્રેમ કર્યો તે મારી સંસ્કૃતિને પ્રેમ કરે છે એ મારા માટે ગર્વની બાબત છેઃ ઋષિ

ઋષિ રાજપુતે જણાવ્યું હતું કે, હું પણ મેરીને પહેલીવાર સાલસા ડાન્સ ક્લાસમાંજ મળ્યો હતો પરંતુ મને પ્રથમ નજરેજ પ્રેમ થઇ ગયો હતો. મને અહેસાસ થયો હતો કે મેરી અને હું એક બીજા માટેજ બન્યા છે. મેરી માં મને ગમતા તમામ ગુણો છે. મેરી સુંદર હોવાની સાથે સાદગીપૂર્ણ છોકરી છે જે મને ખુબ ગમે છે. મારા માટે સૌથી વધુ ગર્વની વાતએ છે કે મેરી મને તો પ્રેમ કરેછે પરંતુ તેની સાથે મારી સંસ્કૃતીને પણ ખુબજ પ્રેમ કરેછે. હું મારા માતા, દેશ અને મારા ગુજરાતનો આભારી છું કે મને સંસ્કૃતી અને સંસ્કારથી ઘડયો. જ્યારે મેરીએ જણાવ્યું હતું કે, એક ભારતીય છોકરા સાથે મારુ લગ્નતો શું પણ પ્રેમ પણ થશે એવું મેં ક્યારેય વિચાર્યું ન હતું. પરંતુ અમારા સાલસા ડાન્સ ક્લાસિસમાં ઋષિ સાથે જેમ જેમ મારી મિત્રતા વધતી ગઇ તેમ તેમ મને લાગતું ગયું કે ઋષિ મારા માટેજ બન્યો છે. ઋષિ ખુબ સંસ્કારી અને કાળજી રાખનાર વ્યક્તિ છે. જે મને સૌથી વધુ પસંદ છે. ઋષિના સંસ્કાર અને તેના સ્વભાવને જોઇ મને ભારતીય સંસ્કૃતી સાથે પણ પ્રેમ થઇ ગયો. ભગવાને અમને ભેગા કરવાનું નક્કી કર્યું હતું જેથી આજે અમારા જીવન એક થઇ ગયા છે.

 અમે ભારતીય વસ્ત્રો પરિધાન કરી પરંપરાગત રીતે કન્યાદાન કરીશું.

દીકરીના પિતા એન્ડ્રે લેન્ટેય્મેએ રમુજ કરતા જણાવ્યું હતું કે, 'અમને આશા હતી કે ભારતીય લગ્ન પરંપરામાં વરરાજા લગ્ન કરવા માટે હાથી પર જશે, પરંતુ વધુ ગરમીને લીધે હાથી મળી શક્યો નહીં.' અમને ભારત અને ગુજરાતી પ્રજામાં સૌથી વધુ એ વાત ગમી કે અહીંના લોકો લાગણી શીલ છે અને લોકોને લાગણીની કદર પણ છે. અમે અમારી દીકરીને ખુબજ લાગણી પૂર્વક અને લાડથી ઉછેરી છે. આ પરીવાર સાથે તેના જોડાણથી અમને હવે શાંતી મળી છે કે તે અમારાથી જુદી થઇને પણ લાગણી ભર્યાં વાતાવરણમાંજ રહેશે. અમે તેના માટે ખુબજ નિશ્ચિંત થઇ ગયા છે. અમે આવતી કાલે થનાર લગ્નમાં ભારતીય વસ્ત્રોજ પરીધાન કરીશું અને અને અમારી દીકરીનું ભારતીય પરંપરા અનુસાર કન્યાદાન કરીશું. મેરીની માતા એનીકે જણાવ્યું હતું કે, જ્યારે મેરીએ કહ્યું કે તેને એક ભારતીય છોકરા સાથે પ્રેમ છે અને તે તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે ત્યારે એ અમારા માટે સરપ્રાઇઝીંગ હતું. પણ આ અમારી દીકરીની પસંદગી હતી અને અમને અમારી દીકરી પર અને પહેલેથીજ ભારતીય સંસ્કૃતી પર ખુબજ વિશ્વાસ હતો. જેથી અમને લગ્નમાટે હા પાડવામાં કોઇ ખચકાટ ન થયો. પહેલેથીજ અમે ભારતીય પરંપરાઓ અને રીત રીવાજોથી ખુબજ પ્રભાવિત હતાં અને તેમાં અમને જમાઇ તરીકે ભારતીય છોકરો મળ્યો તે અમારા માટે ખુબજ ખુશીની વાત છે. ભારતીય સાથે દીકરી લગ્ન કરેછે તેમા અમે રાજી છીએ કારણકે ભારતીય સંસ્કૃતી પર અમને વિશ્વાસ છે. અહીંના લોકોની ખાસિયત અમે જોઇ છે અને અમે અનુભવ્યું છે કે અહીંના લોકો કુદરત સાથે જોડાયેલા છે. અમે ભગવાનના આભારી છીએ કે અમને ભારતીય સંસ્કૃતી સાથે આ રીતે જોડાવાની તક આપી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com