Sep 30,2014 09:19:25 PM IST
 

કલેકટરનો તઘલખી નિર્ણય ઃ આવેદનપત્ર સોમ અને ગુરૃવારના દિવસે જ સ્વીકારાશે

May 05, 2013 01:20 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 142
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ,તા.૪

જિલ્લાભરમાં જ્યારે કોઈ બનાવ કે અન્યાય થતો હોવા સંદર્ભે વિવિધ સંગઠન, રાજકીય પક્ષ તથા સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર લેખિત સ્વરૃપમાં કલેકટરને આપવામાં આવે છે, તે પરંપરા વર્ષાેથી ચાલી આવી રહી છ, પરંતુ હાલમાં જ ચાર્જ સંભાળનાર કલેકટરે તઘલખી નિર્ણય લઈ આવેદનપત્ર સોમ અને ગુરૃવારના દિવસોએ જ સ્વીકારવામાં આવશ, ત્યારબાદના દિવસોમાં આવેદનપત્ર સ્વીકારવામાં આવશે નહીં તેવો ફતવો કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

કચ્છ કલેકટર હર્ષદ પટેલ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવ્યું છે કે, વિવિધ સંગઠન, રાજકીય પક્ષ કે, સંસ્થાઓ વિવિધ સમસ્યાઓ સંદર્ભે કલેકટરને પૂર્વ જાણ કર્યા વિનાં રૃબરૃ રજૂઆત કરવા માટે આવે છે અને કલેકટરને જ મળવાનો આગ્રહ રાખી સૂત્રોચ્ચાર કરી કચેરી કામકાજમાં તેમજ અગાઉથી યોજાયેલી મહત્ત્વની કામગીરીમાં જ વિક્ષેપ પડે તે રીતે રજૂઆત કરવામાં વલણ રાખવામાં આવી રહ્યું છે. જે અન્વયે લેવાયેલા નિર્ણયમાં આવેદનપત્ર આપવા માટે કલેકટર, નિવાસી અધિક કલેકટર તથા પ્રાંત અધિકારીને સોમવાર અને ગુરૃવારે બપોર સુધીમાં કચેરીના કામકાજ સમય દરમિયાન જ આપવા માટે તેમજ પોલીસ મારફતે આગોતરી જાણ કરીને આવવાનું રહેશે. જેથી પ્રજાકીય કામો થતા અગત્યના વહીવટી કામમાં અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની યાદી કલેકટર કચેરી દ્વારા બહાર પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારનો તઘલખી નિર્ણય લેવાથી કચ્છના વહીવટીતંત્રમાં પ્રથમવાર જ લેવામાં આવ્યો હોવાનો જાણકારો જણાવી રહ્યા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com