180X600.jpg
Aug 29,2015 03:45:25 AM IST
 

ભુજ મહિલા પોલીસ સ્ટેશનની જવાબદારી હવે સિનિયર એએસઆઈના હાથમાં સોંપાઈ

May 05, 2013 01:21 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 214
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા. ૪

એક તરફ મહિલાઓ સામે થઇ રહેલા અત્યાચારના પગલે દેશભરમાં જનાક્રોશ ફાટી નીકળ્યો છે ્અને કાયદામાં સુધારા સહિત મહિલા પોલીસ કર્મચારીઓની સંખ્યા વધારવાની માગ પણ થઇ રહી છે ત્યારે ભુજના મહિલા પોલીસ સ્ટેશનથી ચાર પોલીસ કર્મચારીઓની ફરજમાં બેદરકારી દાખવવા બદલ બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને મહિલાઓને લગતી ફરિયાદોને લઇને યોગ્ય કાર્યવાહીના અભાવે પોલીસ વડા તરફથી આકરુ પગલુ ભરવામાં આવ્યુ ંહોવાનું જાણવા મળ્યું હુતં.

મળતી વિગતો અનુસાર ભુજ મહિલા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાંજ પીએસઆઇ તરીકે બઢતી પામેલા સુધા ભટ્ટની મુન્દ્રા, એએસઆઇ દેવીલા સોલંકીની માંડવી, હેડ કોન્સ્ટેબલ વિમળા હાલાઇની નખત્રાણા તેમજ હેડ કોન્સ્ટેબલ ઉમર નોડેની હેડ ક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે મહિલાઓને લગતી ફરિયાદો તરફ કર્મચારીઓનું વલણ સંતોષકારક ન જણાતા બદલી કરી દેવામાં આવી હોવાનું પોલીસ અધિક્ષકનું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાંજ માનકુવાની પરિણીતા તરફથી સાસરિયા દ્વારા અપાતા

ત્રાસ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. જો કે,

તે ફરિયાદ લેવામાં ખાસ્સો વિલંબ કરી ટાળવામાં આવતા પરિણીતાએ પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી હતી.જેના પગલે એસપીના આદેશના

લીધે પોલીસને ફરિયાદ નોંધવી પડી હતી. આ પ્રકારની કાર્યવાહીના લીધે છેવટે પોલીસવડા તરફથી આકરૃ વલણ અપનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

પીએસઆઇની બદલી થતા ચાર્જ સિનિયર એએસઆઇને સોંપવામાં આવ્યો છે. અને ભુજ મહિલો પોલીસ સ્ટેશનમાં પણ મહેકમ ખાસ્સો ઘટી જવા પામ્યો છે. આ મામલે આગામી દિવસોમાં કામગીરી પર અસર પડી શકે તેમ છે. જો કે હાલપુરતી અન્ય કોઇ પીએસઆઇની નિમણુક કરવામાં આવી નથી. પોલીસ ખાતામાં બઢતી અને બદલીનો સિલસિલો કામગીરી પ્રમાણે ચાલુ રહે છે. જેમાં મોટા ભાગના કિસ્સાઓમાં ફરજ પરની બેદરકારીના લીધે પોલીસ કર્મચારીઓની બદલીના આદેશો વછુટે છે. પોલીસ અધિક્ષકના આકરા વલણથી પોલીસ કર્મીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com