Jul 24,2014 10:32:08 PM IST
 

ગાંધીધામમાં અસહ્ય ઉકળાટ વચ્ચે દિવસભર વીજળીએ કહેર વર્તાવ્યો

May 05, 2013 01:21 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 149
Rate: 0
Rating:
Bookmark The Article

ગાંધીધામ, તા.૪

ઔદ્યોગિક નગર ગાંધીધામમાં રોજિંદા બની ગયેલા વીજ ધાંિંધયાથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, ત્યાં વળી આજે દિવસભર વીજળી વેરણ બની જતાં લોકોને પારાવાર યાતના વેઠવાનો વારો આવ્યો હતો. સરકારી કચેરીમાં પોતાના કામ માટે આવેલા લોકોને વીલા મોએ પરત ફરવાની નોબત આવી પડી હતી, ત્યારે વારંવારના વીજ વિક્ષેપ છતાંય ભેદી મૌન ધારણ કરી બેસેલા વિદ્યુત તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા પ્રજાજનોમાં રોષ જાગ્યો છે.

ગાંધીધામના ગણેશનગર, સપનાનગર, ઓસ્લો સર્કલ તેમજ સેકટર ૮ વગેરે વિસ્તારામાં વીજ વિક્ષેપથી લોકો ત્રસ્ત બની ગયા હતા, તો વળી દિવસભર આકાશમાંથી વરસતા અગનગોળા અને તેમાંય વીજ વિક્ષેપ પરિણામે લોકોને અસહ્ય ઉકળાટ સહન કરવાની ફરજ આવી પડી હતી અને ગરમીથી રક્ષણ મેળવવા લોકો પોતાના ઘરોથી બહાર નીકળી ગયા હતા.

સાથે સાથે ગાંધીધામમાં દિવસભર વીજ ધાંધિયા બરકરાર રહેતાં સરકારી અને ખાનગી કચેરી, બેંકો વગેરેમાં પોતાના કામકાજ અર્થે આવેલા નગરજનોને ન છૂટકે વિલા મોએ પરત ફરવાની નોબત આવી પડતા રોષ જાગ્યો છે.

આવી જ હાલત ગાંધીધામ તાલુકાના ગામડાઓમાં પણ જોવા મળી હતી. આજે વહેલી સવારથી જ કિડાણા, અંતરજાળ, ભારાપર વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં બત્તી ગુલ થઈ ગઈ હતી. જેના લીધે ગ્રામજનોેને ગરમી સામે રક્ષણ મળી તે માટે ઘરની બહાર તેમજ વૃક્ષોનો આશરો લેવાની ફરજ પડી હતી, ત્યારે ગાંધીધામ સંકુલમાં અવારનવાર ઊભા થતા વીજ ધાંધિયા સંદર્ભે જવાબદારો દ્વારા માત્ર અપાતા ઠાલા આશ્વાસનોથી પ્રજાજનોમાં આક્રોશ ફેલાઈ ગયો છે.

વીજતંત્ર એક બાજુ કચ્છમાં ઠેર ઠેર દરોડા પાડીને લાખો રૃપીયાના દંડ લોકોને ફટકારી રહી છે પરંતુ ગ્રાહકોને સુવિધા આપવાને બદલે કાળજાળ ગરમીમાં વીજ પુરવઠો બંધ કરી ગ્રાહકોને યાતના આપી રહી હોય લોકોમાં વીજતંત્ર વિરૃદ્ધ ભારે રોષની લાગણી વ્યાપી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com