Sep 20,2014 07:27:27 PM IST
 

ચેતી જજો, શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે

May 05, 2013 01:22 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 516
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૪

કચ્છમાં ગરમીનો પ્રકોપમાં લોકો ગુણકારી જણાય તેવા શેરડીનો રસ પીને ઠંડક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શેરડી ગુણકારી છે તેમાં કોઇ શક નથી, પરંતુ જે રીતે શેરડીનો રસ વેચાઇ રહ્યો છે તે જોતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો ઊભો થઇ રહ્યોે છે.

કેટલીક દુકાનમાં સાફસફાઇનું પૂરતું ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું જેથી રસ સવાસ્થ્ય માટે હાનિકારક બની ગયો છે. ભુજ તેમજ આસપાસના હાઇવે વિસ્તારોમાં જોવામાં આવી રહ્યુંં છે કે, મોટાભાગના રસ કાઢતા સિંચોડાઓની યોગ્ય સફાઇ રાખવામાં આવતી નથી. અપૂરતી સફાઇના લીધે આસપાસ માખીઓ પણ બણબણતી હોય છે જેના લીધે રસ દૂષિત થઇ જાય છે. શેરડીમાંથી રસ નીકળી ગયા બાદ કચરો પણ પાસે જ ફેંકી દેવામાં આવતા ગંદકી વધી જાય છે અને પૂરતી સફાઇના અભાવે રસનો આસ્વાદ માણતા લોકના સ્વાસ્થ્ય પર ખતરો ઊભો થાય છે.

તો બીજીતરફ મોટાભાગના કિસ્સાઓમાં જે બરફ ઠંડક માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે દૂષિત પાણી તથા કેમિકલ ભેળવીને બનાવવામાં આવે છે, છતાં ટાઢક મેળવવા માટે તત્પર લોકોને તે દેખાતું નથી જેના લીધે ખતરો ઓર વધી ગયો છે. આ પ્રકારના બરફથી શરીરને નુકસાન થઇ શકે છે. બરફ સંપૂર્ણ પણે પ્રદુષણમુક્ત હોતો નથી તેમ જાણકારોનું કહેવું છે. જેના લીધે દાંત તથા અન્નનળીમાં નુકસાન થઇ શકે છે. ઉપરાંત તબીબોનું કહેવું છે કે શરીર જ્યારે પરસેવાથી રેબઝેબ હોય ત્યારે તાત્કાલિક બરફ કે ઠંડા પીણાનો ઉપભોગ ન કરવો જ હિતાવહ છે.

જ્યાં સુધી કેરી અને શેરડીના રસની વાત છે ત્યાં સુધી પૂરતી સાવધાની રાખવામાં ન આવે તો સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો બની શકે છે, જે રીતે શેરડીના રસથી થતી બીમારીઓની વાત કરી તે રીતે ઉનાળો આવતા કેરીના રસના વિક્રેતાઓ પણ સજ્જ થઇ ગયા છે અને ઘણી વખત ભેળસેળ યુક્ત તેમજ નકલી મેંગો જ્યૂસનું પણ નિર્માણ કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર બીમારીઓ લાવી શકે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
View More
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com