Nov 26,2014 09:25:29 AM IST
 

ભુજમાં ૪ માસ પહેલા રવાના કરાયેલી યુવતીઓને ફરી પોલીસે પકડી

May 05, 2013 01:22 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 275
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા. ૪

ભુજના બસસ્ટેન્ડ વિસ્તારમાં ચાર યુવતીઓ આસપાસના લોકો સાથે લોભામણી વાતો કરી રૃપિયા પડાવતી હોવાનું જણાતા સિટી પોલીસની ટીમે તેમની અટક કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, અગાઉ પણ યુવતીઓ પકડાઇ ચુકી છે. તેમને સિટી પોલીસ મથકે પહોંચાડયા બાદ પોલીસે પ્રાથમિક પૂછપરછ કરીને છોડી મૂકી હતી.

ભુજ સિટી પોલીસના કર્મચારીઓ તેમજ મહિલા પોલીસ કર્મચારીની હાજરીમાં બસ સ્ટેન્ડ વિસ્તાર પાસે જીન્સ તેમજ ટીશર્ટમાં સજ્જ થઇને યુવાનો પાસે રૃપિયા પડાવતી યુવતીઓની અટક કરવામાં આવી હતી. જે અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અગાઉ ચાર મહિના પહેલા આ યુવતીઓને પકડવામાં આવી હતી. જેઓ ભુજની આસપાસ રૃૃપિયા ઉઘરાવતી હતી. તેઓ મૂળ રાજસ્થાનની હોવાથી ટ્રેન મારફતે રાજસ્થાન પણ મોકલી દેવામાં આવી હતી. જો કે, ફરીથી એજ યુવતીઓ ભુજમાં આવી જતાં કારસ્તાન શરૃ કરી દીધું છે.

વર્તમાન સમયમાં તેઓ રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે યુવતીઓની અટક કરી સિટી પોલીસ મથકે હાજર કરી હતી. જો કે, ત્યાં તેમની વિરૃદ્ધ કોઇપણ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી ન હતી અને પ્રાથમિક પૂછપરછ બાદ પોલીસે તેમને છોડી મૂકી હતી. જો કે, ઘટના અંગે ગંભીર પ્રશ્નો સર્જાયા છે. યુવતીઓ લલચામણી વાતો કરીને યુવાનો સાથે પૈસા શા માટે પડાવે છે અને તેની પાછળ કોઇ ગંભીર મુદ્દો છે કે કેમ, તે તપાસનો વિષય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com