180X600.jpg
Feb 10,2016 12:10:21 PM IST
 

બજરંગ દળે આરએન્ડબી પાસેથી ઊભા ઊભા મંદિરના પૈસા વસૂલ્યા

May 05, 2013 01:23 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 516
Rate: 0
Rating:
Bookmark The Article

ગાંધીધામ, તા.૪

રોડ એન્ડ બિલ્ડિંગ (આર. એન્ડ બી.) વિભાગ દ્વારા બે દિવસથી ટાગોર રોડ અને આદિપુર ખાતે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવકી રહી છે. જે અંતર્ગત આજે બજરંગ દળ દ્વારા એક મંદિરને બચાવવાનાં પ્રયાસમાં વિભાગે મંદિરના અન્યત્ર નિર્માણ પેટે રૃપિયા આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આદિપુરના કેશરનગર વિસ્તારનાં મેઈન રોડ વચ્ચે હનુમાનજીનું મંદિર આવ્યું છે. આર એન્ડ બી દ્વારા આજે દબાણ હટાવવાનું કામગીરીમાં આ મંદિર તોડવામાં આવી રહ્યું હતું.

આ ઘટનાથી જાણ થતાં બજરંગ દળનાં સભ્યો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મંદિર તોડતા અધિકારીઓને અટકાવ્યા હતા. બંજરંગ દળના સભ્યોએ આર એન્ડ બી વિભાગના અધિકારીઓને એવી રજૂઆત કરવામાં આવી હતી કે, મંદિરની અંદર રહેલી ર્મુિતની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે એટલે તેને તોડી ન શકાય વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મંદિર નડતર રૃપ છે, તો તણે અગાઉથી નોટિસ આપી ને જાણ કરી હોત, તો અન્ય સ્થળે મંદિરનું નિર્માણ કરીને ર્મુિતની ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હોત.

આ બાબતે બજરંગ દળના તાલુકા પ્રમુખ મૂળજી ગઢવીએ જણાવ્યું હતું કેઆ મામલાની જાણી અમે મામલતદારને કરી હતી. મામલતદારે આર એન્ડ બી વિભાગના અધિકારીઓને અન્ય સ્થળે મંદિર બનાવ્યા બાદ આ મંદિર તોડવાની સૂચના આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આર એન્ડ બી વિભાગ દ્વારા અન્ય સ્થળે મંદિર બનાવવા માટે આજે રૃ. પ૧,૦૦૦ સ્થાનિક લોકો કે જે આ મંદિરનું સંચાલન કરે છે. તેને આપ્યા છે અને અન્ય રકમ પણ પછીથી આપશે, તેવી બાહેંધરી આપી છે.

 
Share This



 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com