Sep 23,2014 03:48:20 PM IST
 

કલગામથી કરમબેલા લગ્નમાં જતી બસને ટ્રકે અડફેટે લેતાં બેનાં મોતઃ ૧૯ને ઈજા

May 05, 2013 02:05 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 264
Rate: 0
Rating:
Bookmark The Article

કલગામ,તા.૪

ઉમરગામ તાલુકાના કલગામ ગામેથી કરબેલાગામે લગ્નમા મોસાળુ લઈને ગયેલી મિની બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક મહિલા તથા બસ ડ્રાઈવરનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ જ્યારે બસમા બેસેલા કુલ ૧૯ વ્યક્તિને ઈજા પહોંચી હતી.જે પૈકી દસેકને ગંભીર ઈજા થઈ હતી.

  •  દસ ગંભીરઃ લગ્નમાં મોસાળું કરીને પરત થતી વેળા ગોઝારો અકસ્માત નડયો

જાણવા મળતી વિગતો અનુસાર ઉમરગામ તાલુકાના કલગામગામે રહેતા વિપુલ ડાહ્યાભાઈ પટેલ ભીલાડ નજીકના કરમબેલાગ ગામે રહેતી તેમની બહેન મણિબેન ચંદુભાઈ પટેલના પુત્રના લગ્ન પ્રસંગ હોય આજે સવારે ગામના લોકો અને સબંધીઓની સાથે કરમબેલા ગામે મોસાળુ પતાવી પરત કલગામ આવી રહ્યા હતા તે દરમિયાન તેમની મિની બસ નં.ડીડી-૦૩,જી-૯૭૩૦ને એકલારાગામની હદમા દમણ-મોહનગામ ફાટક મુખ્ય રોડ પર સામેથી રસ્તા પર માટી ભરેલી એક ટ્રક નં.જીજે-૧૫,એક્સ-૪૯૨૨ના ચાલકે અડફટે લેતા બસમા બેસેલા પાર્વતીબેન દયાળભાઈ પટેલ (રહે-કલગામ)ને ગંભીર ઈજા થતા તેમનુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતુ તથા બસના ડ્રાઈવર મહેન્દ્રભાઈ અર્જુનભાઈ માંગેલા રહે-ઢોલર-મોટીદમણ નુ પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.બસ અને ટ્રક સામસામે અથડાતા કચ્ચર ઘાણ વળેલી મિનિ બસને કારણે બસમા સવાર ગામના લગભગ ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમા કેટલીક મહિલાઓ

બાળકો અને વૃધ્ધોને હાથ-પગ તથા માથાના ભાગે ફેક્ચર થવા પામ્યુ છે . નવેકને સામાન્ય ઈજા થઈ છે.અકસ્માતની જાણ થતા જ ગામમા તથા સબંધિઓમા ભારે દોડધામ મચી જવા પામી હતી.ગમખ્વાર અકસ્માતમા લોકોની ચિચીયારી અને અકસ્માતના અવાજને કારણે માતમ ભર્યુ વાતાવરણ સર્જાઈ જતા આજુબાજુના લોકોની ભીડ ઉમટી પડી હતી.લોકોએ શક્ય એટલી મદદ કરી ઘાયલ વ્યક્તિઓને વાપી,દમણ,વગેરે હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા. ભીલાડ પોલિસ તથા ઉમરગામના ડેપ્યુટી મામલતદાર આરકે પટેલ તથા કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે મરનાર કલગામના મહિલા પાર્વતીબેન પટેલના પતિ દયાળભાઈ પટેલ હાલ દુબઈ (વિદેશ) હોય તેઓને કોઈ પુત્ર ન હોવાથી જેમને જાણ કરતા તેઓ આજ દુબઈ (વિદેશ)થી પરત ભારત (કલગામ) આવશે ત્યારે જ તેઓના અગ્નિસંસ્કાર વિધિ કરાશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com