Jul 25,2014 03:11:26 AM IST
 

ડાયમંડ પ્રિમિયર લીગમાં બીજા દિવસે એસઆરકે અને એચકેનો ભવ્ય વિજય

May 05, 2013 02:05 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 286
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત,તા.૦૪

અગ્રિમ દૈનિક અખબાર સંદેશ અને સુરત ડાયમંડ અસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ડાયમંડ પ્રિમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટના બીજા દિવસે એસ.આર.કે.એક્ષ્પોર્ટ અને એચ.વી.કે.ઇન્ટરનેશનલ વચ્ચે રસાકસી જામી હતી. જેમાં એસ.આર.કે.એક્ષ્પોર્ટનો ૪ વિકેટે વિજય થયો હતો. જ્યારે અન્ય એક મેચમાં એચ.કે.એકક્ષ્પોર્ટનો ૧૭ રનથી વિજ્ય થયો હતો.

  • સંદેશ અને ડાયમંડ એસોસિયેશન દ્વારા યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટથી હીરાઉદ્યોગમાં ઉત્તેજના : આજે   પાંચ મેચ રમાશે

 સંદેશ અને સુરત ડાયમંડ એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે ડે-નાઇટ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ગતરોજ ડાયમંડ પ્રિમિયર લીગ ટુર્નામેન્ટનો પ્રારંભ થયા બાદ આજે એસ.આર,કે. એક્ષ્પોર્ટ અને એચ.વી.કે.ઇન્ટરન્શનલ વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો. ટુર્નામેન્ટના બીજા દિવસે ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દરમિયાન એચ.વી.કે. ઇન્ટ.એ પ્રથમ દાવ લઇને ૧૫ ઓવરમાં ૯૮ રન ફટકાર્યા હતો. જેની સામે એસ.આર.કે.એક્ષ્પોર્ટે ચાર વિકેટે રન ચેઝ કરી વિજય મેળવ્યો હતો. જ્યારે બીજી મેચ એચ.કે.એક્ષ્પોર્ટ અને કાર્પ ઇમ્પેક્ષ વચ્ચે રમાઇ હતી. એચ.કે.એક્ષ્પોર્ટે પ્રથમદાવ લઇને ૯ વિકેટે ૧૩૬ રન કર્યા હતા. તેના જવાબમાં કાર્પ ઇમ્પેક્ષ ૧૫ ઓવરમાં ૧૧૯ રન જ કરી શકી હતી. આ મેચમાં એચ.કે.એક્ષ્પોર્ટે ૧૭ રને વિજ્ય મેળવ્યો હતો.

સંદેશ અને સુરત ડાયમંડ એસોસિયેશનના સંયુકત ઉપક્રમે યોજાયેલી ડે-નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટને લઇને હીરાઉદ્યોગ સાથે સંકળાયેલાઓમાં ભારે ઉત્સાહ અને રોમાંચનો માહોલ બન્યો છે. રવિવારે બપોરે ૧-૩૦થી રાત્રે ૧૦-૦૦ કલાક દરમિયાન ૧૦ ટીમ વચ્ચે કુલ પાંચ મેચ યોજાશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com