Jul 08,2015 12:01:31 PM IST
 

ડુમસના જમીન કૌભાંડમાં રમેશ રબારીની સીઆઇડી દ્વારા ધરપકડ

May 05, 2013 02:06 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 494
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા.૪

ડુમસમાં આવેલી કરોડો રૂપિયા કિંમતની જમીનના બોગસ દસ્તાવેજો બનાવવાના પ્રકરણમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં રમેશ રબારીની ધરપકડ કરાઇ હોવાનું જાણવા મળે છે. આ કૌભાંડમાં ભાજપ અગ્રણી હરસુખ અકબરી પણ આરોપી છે. આ પ્રકરણમાં પોલીસે હજું હરસુખ અકબરીની પૂછપરછ પણ કરી નથી જયારે હવે મોદીમય બનેલા દિલીપ લખિયાને આ પ્રકરણમાં સીઆઇડી શોધી રહી હોવાની વાતે શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.

  • કૌભાંડમાં સંડોવાયેલા હરસુખ અકબરીની હજુ સુધી ધરપકડ થઇ નથી
  • મોદીમય બનેલા દિલીપ લખિયાને સીઆઇડી શોધતી હોવાની જોરદાર ચર્ચા

પ્રાપ્ત થતી વિગતો અનુસાર બનાસકાંઠાના ડીસા તાલુકાના આસીડા ગામના વતની એવા પીરાભાઇ ચેલાભાઇ દેસાઇએ ડુમસના જમીન કૌભાંડમાં પોલીસ ફરિયાદ આપી હતી. ડુમસના રેવન્યૂ સર્વે નંબર ૮૪૨ વાળી ૨૦ હજારથી વધું ચોરસ મીટર જમીન પચાવી પાડવા માટે વશરામ કાબાભાઇ પટેલ, પ્રભાતભાઇ જયસિંહભાઇ દેસાઇ, આર. એમ. ચૌધરી, સુભાષભાઇ નરસિંહભાઇ પટેલ, ગણેશભાઇ છનાભાઇ ધામેલિયા તથા હરસુખભાઇ ભવાનભાઇ પટેલ (અકબરી) વગેરેએ કારસો રચ્યો હતો.

પીરાભાઇએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ઉમરા પોલીસે ગણેશ ધામેલિયા, વશરામ કાળાભાઇ પટેલ, પ્રભાત માલજી દેસાઇ અને રૂપાબહેન મોતીભાઇ ચૌધરી વગેરેની ધરપકડ કરી હતી. ઝડપથી તપાસ કરતી ઉમરા પોલીસને હરસુખ અકબરીનું નામ આવતાં જાણે સાપ સૂંઘી ગયો હતો. તેમની ધરપકડની વાત તો દૂર રહી પણ એફઆઇઆરમાં નામ હોવા છતાં પૂછપરછ શુદ્ધાં કરવામાં આવી ન હતી.

ઉમરા પોલીસ તપાસમાં ભેદભાવ રાખતી હોવાની રાવ સાથે ફરિયાદી પીરાભાઇએ મુખ્યમંત્રીના દરબારમાં ઘા નાંખી હતી. જેને પગલે તપાસ સીઆઇડી ક્રાઇમમાં ટ્રાન્સ્ફર કરાઇ હતી. ઇન્સ્પેક્ટર ભાર્ગવ પંડયા હાલ આ કેસની તપાસ કરી રહ્યા છે. જો કે, અકબરીના મામલે ઉમરા પોલીસ જેવું જ વલણ સીઆઇડીનું પણ જોવા મળી રહ્યું છે. પંડયાએ આ કેસમાં રામજી રબારીની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. આ કેસમાં શુક્રવારે રાતે દિલીપ લખિયાને પોલીસે ઊંચક્યાની વાત પણ શહેરમાં ભારે ચર્ચાય હતી. જો કે, આ પ્રકરણમાં તેની ભૂમિકા ન હોવાનું પણ કહેવાય રહ્યું છે. વાત તો ત્યાં સુધી થઇ રહી છે કે, અકબરી પરથી ધ્યાન હટાવવા માટે જ દિલીપને વિવાદમાં ધસડવામાં આવ્યો છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com